ગુજરાત(Gujarat): મહેસુલ મંત્રી(Minister of Revenue) રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) કોમનમેનની જેમ સામાન્ય લોકોને મળી રહ્યા છે. ત્યારે આજે અચાનક મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ(Valsad) જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી સાદગીપૂર્વક રીક્ષામાં બેસીને વલસાડની રજિસ્ટર ઓફિસમાં પહોંચ્યા હતા. મહેસુલ મંત્રીનો આવો અનોખો અંદાજ જોઈ તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સરપ્રાઈઝ વિઝિટથી દોડતા થયા અધિકારીઓ
અચાનક આવી રીતે મહેસુલ મંત્રી રીક્ષામાં બેસીને મામલતદાર કચેરીમાં પહોંચતા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા. રાજન્દ્ર ત્રિદેવીની અચાનક મુલાકાતને પગલે હડકંપ મચી ગયો હતો. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવદી આજે અચાનક સામાન્ય માણસની જેમ રીક્ષામાં બેસીને વલસાડની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. કચેરીના રજિસ્ટર ઓફિસની આકસ્મિક વિઝીટ કરી હતી. રજિસ્ટર ઓફિસમાં કામ દરમિયાન વહીવટ કઈ રીતે ચાલે છે તેનું ચેકિંગ કર્યુ હતું.
રીક્ષામાંથી ઉતરીને રીક્ષાનું ભાડુ પણ જાતે જ ચૂકવ્યું
રીક્ષામાંથી ઉતરીને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાતે જ રીક્ષાનું ભાડુ પણ ચૂકવ્યું હતું. રજિસ્ટર ઓફિસમાં આવેલા અરજદારોને મહેસુલ મત્રીએ પૂછ્યું કે, ઓફિસમાં કોઈ પૈસા માંગે છે તો જણાવો જોકે, એવી કોઈ વાત સામે આવી ન હતી. મહેસુલ મંત્રીની આકસ્મિક વિઝીટને લઈ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની વલસાડ રજિસ્ટ્રાર ઓફિસમાં મુલાકાતથી હડકંપ મચી ગયો હતો. મંત્રીએ રીક્ષા ચાલકને જાતે ભાડું ચુકવ્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને આજે વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો હતો. તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ પૃચ્છા કરી હતી.
કચેરીમાં ચેકીંગ હાથ ધરતા ચોકી ઉઠ્યા સરકારી બાબુઓ
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે કલેક્ટર કચેરીએ મહેસુલી મેળા માટે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વલસાડ કલેક્ટર કચેરીએ આવે તે પહેલાં એક રિક્ષામાં બેસીને વલસાડ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અચાનક મામલતદાર કચેરીએ પહોંચી ચેકીંગ હાથ ધરતા સરકારી બાબુઓ ચોકી ઉઠ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.