12 ધોરણ પાસ માટે સરકારી નોકરી કરવાની ઉજળી તક એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખના ત્રણ દિવસ બાકી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી-કમ-મંત્રી ક્લાસ 3 ની ખાલી જગ્યા પર સીધી ભરતી દ્વારા પસંદગી કરવામાં આવી રહી…

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી-કમ-મંત્રી ક્લાસ 3 ની ખાલી જગ્યા પર સીધી ભરતી દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે. આ માટે હાલમાં ઓનલાઇન એપ્લિકેશન શરૂ છે. આ માટે તારીખ 15 ફેબ્રુઆરી 2020ના રાત્રિના ૧૨ વાગ્યા સુધી આવેદન સ્વીકારવામાં આવી રહ્યા છે.

આ નોકરી માટે ૧૦૦ રૂપિયાની ફી ભરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ માટે ગુજરાત સરકારને ojas વેબસાઇટ પર અરજી કરવાની રહે છે. અરજીમાં ફોટો સહિતની વિગતો અપલોડ કરવાની થતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા ફુલ 3437 જગ્યાઓ માટે આ ભરતી હાથ ધરવામાં આવી છે.

અલગ-અલગ કક્ષા વાર અલગ અલગ જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય, ઇડબલ્યુએસ, SEBC, અનુસુચિત જન જાતિ અને અનુસૂચિત જાતિ માજી સૈનિક માટે માટે અનામત જગ્યાઓ પણ રાખવામાં આવી છે. આ ભરતીમાં મહિલા અનામત પણ રાખવામાં આવ્યું છે. જેની વિગતવાર માહિતી OJAS વેબસાઇટ પર મળવાપાત્ર છે.

આ ભરતી માં શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ, કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી અને હિન્દી ભાષા નું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને કરાર આધારિત નિમણૂક મળવાપાત્ર છે અને પાંચ વર્ષ સુધી 19950ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. જેને પાંચ વર્ષ બાદ કામગીરી નો રિપોર્ટ અનુસાર ફરી નિમણૂક નવા પગાર સાથે આપવામાં આવશે.

આ ભરતી માટે અભ્યાસક્રમમાં જનરલ નોલેજ, ગુજરાતી ભાષા અને ગ્રામર, અંગ્રેજી ભાષા અને ગ્રામર સાથે સાથે સામાન્ય ગણિત સહિતના પ્રશ્નો પૂછાશે. આ પરીક્ષા સો માર્ક્સ ની રહેશે અને આ પરીક્ષા 60 મિનિટ માં પૂર્ણ કરવાની રહેશે. આ પરીક્ષા omr પદ્ધતિથી લેવામાં આવશે એટલે કે પરીક્ષાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નો પુછવામાં આવશે આ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ પદ્ધતિ દાખલ કરવામાં આવશે

વેબ્સાઈટ: https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d , https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPSSB_202122_10.pdf

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *