શિક્ષણ પ્રાપ્ત કરવું દરેક વ્યક્તિનો અધિકાર હોય છે. આ અધિકાર દરેક બાળકને મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકને શિક્ષા માટે જરૂરી દરેક સુવિધા મળી રહી છે કે નહીં. આ વાતનું તાજેતરમાં ઉત્તમ ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું છે. જ્યારે સરકારએ માત્ર એક બાળકને શિક્ષા મળે તે માટે એક શાળા શરૂ કરી છે.
લારામી શહેરમાં માત્ર એક બાળકના અભ્યાસ માટે શાળા શરૂ કરવામાં આવી છે. જો કે આ પહેલો કિસ્સો નથી કે આ રીતે શાળા શરૂ કરવામાં આવી હોય. 2004ના વર્ષમાં પણ આ રીતે એક બાળકના અભ્યાસ માટે શાળા શરૂ કરવામાં આવી હતી. તે સમયે જે બાળકએ ત્યાં અભ્યાસ કર્યો હતો તેનું કહેવું છે કે આ અનુભવ સાવ અનોખો છે શાળામાં તેને હેરાન કરનાર કોઈ વ્યક્તિ નથી.
જો કે તાજેતરમાં શરૂ થયેલી શાળા પાછળ રસપ્રદ છે. આ વિસ્તાર પહાડી વિસ્તાર છે. આ ઉપરાંત વ્યોમિંગના કાયદા અનુસાર રહેણાક વિસ્તારમાંથી દૂર રહેતા બાળકોને તેને ઘરથી વધારે દૂર આવેલી શાળામાં દાખલ ન કરી શકાય.
પહાડી વિસ્તાર હોવાથી લારામીના રસ્તા પણ ખરાબ સ્થિતીમાં છે. આ કારણે અહીંથી બાળકોને લાવવા અને શાળાએ પહોંચાડવા મુશ્કેલ છે. આ સમસ્યાના કારણે અહીં વીડિયો કોન્ફરન્સથી બાળકોને અભ્યાસ કરવા માટે પણ પ્રયત્ન કર્યા છે. પરંતુ શિક્ષકની ગેરહાજરીમાં બાળકોને ભણાવવા મુશ્કેલ કામ બની જતું.
જો કે આ વિસ્તારમાં એક શાળા પહેલાથી છે જેનું નામ કોજી હોલો એલિમેંટ્રી સ્કૂલ છે. આ શાળામાં વર્ષો પહેલા 240 બાળકો એક સાથે ભણી શકે તેવી વ્યવસ્થા હતી. પરંતુ 2004 બાદ આ શાળા સૂનસાન છે.