સુરત(SURAT): કીર્તિ પટેલ(Kirti Patel) અવાર-નવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રેહે છે. ત્યારે હાલમાં તેનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. પાસોદરામાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ બાદ કીર્તિ પટેલનો આ વિડીયો વાઈરલ થિયા રહ્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલે સમાજ પર આક્ષેપ લગાવ્યો છે કે, તેને કોઈ પણ બાબતે અવાજ ઉઠાવ્યો હોય પણ તેને પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી. કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા ગયા નથી. આ ઉપરાંત, કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.
live દરમ્યાન કીર્તિ પટેલ કહી રહી છે કે, કયો પટેલ કીર્તિ પટેલની સામે લડત લડવા માટેઆવ્યો. કયો પટેલ મને છોડાવવા માટે આવ્યો હતો. ક્યા પટેલે આવીને કહ્યું કે, આ દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. આ લોકો તમાશો જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઇને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે. તો પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો.
કીર્તિ પટેલે LIVE દરમ્યાન એમ પણ કહ્યું હતું કે, કોઈક એમ કહેતું હતું કે, કીર્તિ પટેલની પાછળની પટેલ સરનેમ લઇ લો. તો લઇ લો! આવા હીજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું. હસતા હસતા સરનેમ આપી દઉ. એવું કહે કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવી બાયલી નથી. સામે ગમે તેવો મર્દ લાવો. ત્યાંને ત્યાં મારી નાખું અને પાડી દઉં.
કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તમે લોકોએ રજવાડા આપ્યા છે તો તેનો ઉલ્લેખ કરાવડાવો સરદાર પટેલની પ્રતિમા બની છે. આટલી મોટી પ્રતિમા બની છે તો દરબારોનો ઉલ્લેખ કેમ નથી કર્યો. હાલી છૂટ્યા છે મારા બેટા. સમાજ… સમાજ… સમાજ… સમાજ… કયો પટેલ મારા માટે લડવા માટે આવ્યો. કિશન ભરવાડને લઇલો કેટલો સપોર્ટ છે લોકોનો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.