જાણવા મળ્યું છે કે, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (IT) કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં 4.5 લાખ લોકોને રોજગારી આપશે. આ સમય દરમિયાન, તેમની આવક પ્રથમ વખત $ 200 બિલિયન એટલે કે 15 લાખ કરોડ રૂપિયાને પાર કરશે.
મળતી માહિતી અનુસાર IT ઉદ્યોગ સંસ્થા નાસકોમે જણાવ્યું હતું કે, એપ્રિલ 2022 થી માર્ચ 2023 દરમિયાન, આ ક્ષેત્ર મહિલાઓને રોજગાર આપવાના મામલે નંબર વન હશે. આમાં લગભગ 18 લાખ મહિલાઓ હશે. આગામી વર્ષમાં ભારતીય IT ઉદ્યોગની આવકમાં $30 બિલિયન અથવા લગભગ રૂ. 2.25 લાખ કરોડનો વધારો થઈ શકે છે. તે રૂ. 15 લાખ કરોડને પાર કરી જશે. નાસ્કોમે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, આઈટી ઈન્ડસ્ટ્રી કોરોના પહેલા વર્ષ 2019 કરતા બમણી ઝડપે વધશે. આ $227 બિલિયનનું ક્ષેત્ર હશે. આ સાથે આમાં સામેલ કર્મચારીઓની કુલ સંખ્યા 50 લાખને પાર થઈ જશે. IT સેક્ટરે છેલ્લા 10 વર્ષમાં $100 બિલિયન (રૂ. 7.5 લાખ કરોડ)ની આવક ઊભી કરી છે.
એક રીપોર્ટ મુજબ ઉદ્યોગની નિકાસ આવક $178 બિલિયન હોવાનો અંદાજ છે, જે 17% વધવાની ધારણા છે. બાકીની આવક સ્થાનિક બજારમાંથી આવશે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોવિડ-19ની અસર છતાં છેલ્લા બે વર્ષમાં સેક્ટરે સારું પ્રદર્શન કર્યું છે. આનાથી વૈશ્વિક અર્થતંત્રને ભારતના IT ઉદ્યોગ વિશે વધુ વિશ્વાસ મળ્યો છે. સેક્ટરે સરકારના સુધારાની પ્રશંસા કરી છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે, તે ભારતમાં વિકસિત 5G ટેક્નોલોજીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે 4.5 લાખ નોકરીઓ આપી છે. અત્યાર સુધીના કોઈપણ એક વર્ષનો આ રેકોર્ડ છે. તેમાંથી 44% મહિલાઓને નોકરી મળી છે. પ્રાઈવેટ સેક્ટરમાં મહિલાઓને નોકરી આપવાના મામલે આ ઈન્ડસ્ટ્રી નંબર વન છે. આ વર્ષમાં IT કંપનીઓએ 300 કંપનીઓને ખરીદવા માટે સોદા પણ કર્યા છે. જો કે, ટોચની 5 ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (IT) કંપનીઓએ નાણાકીય વર્ષ 2022-23માં 1.82 લાખ ફ્રેશર્સને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
મળેલી મહીતી મુજબ આ રોજગાર નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2022 થી માર્ચ 2023 વચ્ચે ઉપલબ્ધ થશે. આ પાંચ કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HCL ટેક, વિપ્રો અને ટેક મહિન્દ્રા સાથે ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ ભારે નફો કરે છે.
ગયા વર્ષે આ કંપનીઓએ 80 હજાર ફ્રેશર્સને રોજગારી આપી હતી, જેની સરખામણીમાં હવે 120% વધુ નોકરીઓ આપવામાં આવશે. ફ્રેશર્સને નોકરી આપવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ આઈટી કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ નોકરી છોડી દે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2021ની વચ્ચે આ કંપનીઓએ 2.3 લાખ લોકોની ભરતી કરી હતી. આંકડા દર્શાવે છે કે દેશની સૌથી મોટી કંપની TCS આ વખતે 78 હજાર લોકોને નોકરી આપશે. ગયા વર્ષે તેણે 40 હજાર લોકોની ભરતી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.