કોણ હતો એ દાઢીવાળો જે હત્યાના વિડીયો ડીલીટ કરાવવા માંગતો હતો, ફેનીલે શા માટે ગ્રીષ્મા પાસે 50000 ની ખંડણી માંગેલી?

હાલમાં ગુજરાતભરમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ(Grishma Vekariya Murder case) બાબતે ચર્ચાઓ થઈ રહી છે પોલીસ દ્વારા પણ એસઆઇટીની રચના કરવામાં આવી છે જેમાં એક એસપી,…

હાલમાં ગુજરાતભરમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ(Grishma Vekariya Murder case) બાબતે ચર્ચાઓ થઈ રહી છે પોલીસ દ્વારા પણ એસઆઇટીની રચના કરવામાં આવી છે જેમાં એક એસપી, એક એએસપી, બે ડીવાયએસપી, અને પાંચ પી.આઈ તેમજ એક પી.એસ.આઈ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દિવસ રાત જાગીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે અને ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજમાં દાખલો બેસે એટલા આ રેકોર્ડ સમયમાં આરોપીને સજા અપાવવામાં આવશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ પરિવાર સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી. ગઈકાલે પાટીદાર સમાજના આગેવાનોએ પણ આ પરિવારની મુલાકાત લીધી હતી.

ત્રિશુલ ન્યૂઝ આ બાબતે પરિવાર સાથે સીધી વાતચીત કરતા કેટલા ખુલાસાઓ થયા છે. પરિવારે ગ્રીષ્મા વેકરીયા દ્વારા તેના પરિવાર જનને 2021 ના વર્ષની ફેબ્રુઆરી મહિનાથી ફરિયાદ કરી હતી કે એને હેરાન કરે છે અને ફોન કરે છે. ગ્રીષ્મા એ તેના પરિવારને જણાવ્યું હતું કે ફેનિલ 50000 રૂપિયા માંગે છે.

ફેનિલ ગોયાણીએ શા માટે ગ્રીષ્મા પાસેથી 50000 રૂપિયા માંગ્યા હતા, તે પોલીસ તપાસનો વિષય છે. પીડિત પરિવાર દ્વારા ત્રિશુલ ન્યૂઝને Whatsapp ચેટ પણ બતાવવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં આ વાત બહાર આવે તે જ જાહેર હિતમાં યોગ્ય છે.

પરિવારે વધુમાં ઉમેરતાં કહ્યું કે કે ઘટનાની છે બે દાઢી વાળા વ્યક્તિઓ આવ્યા હતા, જે ફેનિલને ઓળખતા હતા. ફેનીલ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેને મોબાઈલ માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જે ડીલીટ કરવા આ બંને વ્યક્તિઓએ ધમપછાડા કર્યા હતા. પણ પોલીસ આવી એટલે તે રફુચક્કર થઇ ગયા હતા અને પછી દેખાયા નથી. વેકરીયા પરિવારે કહ્યું કે, અમે આ દબાણ કરવા આવેલા વ્યક્તિઓને ઓળખી ગયા છીએ અને અમે પોલીસને પણ આ વાત સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવે ત્યારે કરવાના છીએ. તેવો દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *