ગુજરાત(Gujarat): એસજી હાઈવે(SG Highway) પર આજે વહેલી સવારે ટ્રકની પાછળ એક આઈશર અથડાતા બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત (Accident)એટલો ગંભીર હતો કે આઈશરની કેબિન આગળના ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગયું હતું. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગણેશપુરા(Ganeshpura)માં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને આઇશર સરઢવ ઘરે પરત ફરી રહ્યું હતું. આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સરઢવ ગામમાં રહેતા હાર્દિક બીજલજી સેંધાજી ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બુધવારે બગોદરા પાસેના ગણેશપુરામાં લગ્ન હતા. ડીજેનો ઓર્ડર સરઢવના આકાશ સાઉન્ડને કરવામાં આવ્યો હતો. ચાર મિત્રો આજે વહેલી સવારે સરઢવ પરત ફરી રહ્યા હતા અને લગ્નમાં ડિસ્કો કરાવનાર સાઉન્ડનો ઓર્ડર પૂરો કરીને મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા. આઇશર નંબર જીજે 23 વાય 7449 ડીજેનો સામાન ભરેલો હતો.
આઈશરનો ચાલક આકાશ પટેલને ઝોંકુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને આઈશર વૈષ્ણોદેવી જાસપુર ગામના પાટિયા પાસેના પુલ પરથી ઉતરીને સીધું જ ટ્રકની પાછળના ભાગમાં ઘુસી ગયું હતું. આઇશર સામેની કેબિનની ખાલી સીટ પર બેઠેલા ડ્રાઇવર આકાશ અતુલભાઇ પટેલ અને અર્જુન ભરતભાઇ પટેલ (બંને રહે, સરઢવ)નું મોત નીપજ્યું હતું. રોહન અને હાર્દિકને ઈજાઓ થઇ હોવાને કારણે સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા:
જણાવી દઈએ કે, ગણેશપુરાથી લગ્નમાં ડીજેનો ઓર્ડર પૂર્ણ કરીને પરત ફરી રહેલી મીની ટ્રકને ગમખ્વાર અકસ્માત થતાં ટ્રક ચાલક આકાશ પટેલ અને કેબિનમાં આગળ બેઠેલા અર્જુન પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.