લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો: રિક્ષામાં બેસીને જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 10 માસના બાળકનું મોત – માતા સહિત પરિવારનું આક્રંદ

વડોદરા(Vadodara): શહેરના છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં 10 મહિનાના બાળકનું મોત થયું હતું, જ્યારે એક જ પરિવારના 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એ પૈકી 3 લોકોની હાલત ગંભીર છે. બાળકના મોતને પગલે ઘટનાસ્થળે માતા સહિત પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતા 10 માસના બાળકનું મોત થતા માતા સહિત પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતો પરિવાર રિક્ષામાં બેસીને બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. તે દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે પરિવારને અકસ્માત નડ્યો હતો. ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં 10 મહિના બાળક અબ્દુલ અહદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના 6 સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. 10 મહિના બાળકના મૃત્યુને પગલે રોડ પર પરિવારે આક્રંદ કરી મૂક્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જીને ટેન્કરચાલક નાસી છૂટ્યો હતો.

અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડીને આવી ગયા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત ડભોઇ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતને પગલે રસ્તાની બન્ને બાજુએ ટ્રાફિકજામ સર્જાયો હતો.

મૃતક બાળકનું નામ
અબ્દુલ અહદ (ઉં.10 માસ) રિક્ષામાં બેસીને બોડેલી લગ્નમાં જઇ રહેલા વડોદરાના પરિવારને ટેન્કરની ટક્કરે અકસ્માત થયો.

ઇજાગ્રસ્તોની યાદી
સલીમભાઈ પઠાણ, ઇરાફાનભાઈ, સઈદાબેન, સાયરાબાનું મો.ખલીલ શેખ, શેખ અકસાબાનું મો.ખલીલ શેખ, આયશાબાનું ઇરફાનભાઈ શેખ પોલીસે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત ડભોઇ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *