ખંભાત(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માત (Accident)ની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે ખંભાત(Khambhat)ના બામણવા (Bamanava) ગામ નજીક આર્ટિકો કાર ધડાકાભેર ડમ્પર(Dumper)ના પાછળના ભાગે ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાલક સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોચી હતી જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ખંભાત રૂરલ પોલીસ(Police) દ્વારા આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, નડિયાદ વલ્લભનગરમાં રહેતા પટેલ અને તેના મિત્રો નજીકમાં એક સામાજિક કાર્યક્રમમાં ખંભાત ગયા હતા. જ્યાંથી તેઓ નડિયાદ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગાડી સમીપ પટેલ ચલાવી રહ્યા હતા. જેમાં સમીપ પટેલ ઉપરાંત મિત્રો મોનુ પટેલ, તથા ધવલ દેસાઈ, ગૌતમ પટેલ, જયેશ પટેલ, પ્રણવ પટેલ પણ સવાર હતા.
આ દરમિયાન રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં બામણવા ગામ નજીક પેટ્રોલ પંપ નજીકથી આર્ટીકા કાર પસાર થઈ રહી હતી. ચાલકની બેદરકારીના કારણે કાર ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં વાહનનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં મોનુ પટેલને માથા અને મોઢામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત, ધવલ સુભાષભાઈ દેસાઈ, ગૌતમ પ્રદ્યુમન પટેલ, જયેશ ઉપેન્દ્ર પટેલ સહિત ડ્રાઈવર સંપિત પટેલ પણ અકસ્માતમાં સામેલ થયા હતા. પ્રણવ ચીમનભાઈ પટેલને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ, તેમને પહેલા ખંભાત હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં માર્યા ગયેલા મોનુભાઈ પટેલના ભાઈ પ્રિતેશભાઈ પટેલે સામીભાઈ પટેલ વિરૂદ્ધ લીઝ ફરિયાદ નોંધાવતા ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.