રાજકોટ: બેફામ કાર ચાલકે ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને કચડી નાખ્યા ‘ઓમ શાંતિ’

રાજકોટ(Rajkot): અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. એવામાં રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur) ખાતે હિટ એન્ડ રન (Hit and run)નો બનાવ સામે આવ્યો છે. જેમાં…

રાજકોટ(Rajkot): અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. એવામાં રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur) ખાતે હિટ એન્ડ રન (Hit and run)નો બનાવ સામે આવ્યો છે. જેમાં બે લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત જેતપુરના નકલંક આશ્રમ રોડ(Naklank Ashram Road) ખાતે સર્જાયો હતો. કાર ચાલક ફૂટ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા નિખિલ દિનેશ ભાઈ ઘેલાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જૂનાગઢ(Junagadh) બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા કાર ચાલક યુવાનની ધરપકડ કરવામા આવી છે.

બે લોકો સારવાર માટે દાખલ: 
મળતી માહિતી મુજબ, પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને કચડી નાખ્યા હતા. આ પહેલા કાર ચાલકે બે બાઇકને પણ ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ તે બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. ફૂટપાથ પર બેસેલા બે યુવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એકનું મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી ચી.

યુવાનોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા:
કાર પુરપાટ ઝડપે આવી રહેલી હોવાથી અકસ્માત બાદ ખેતરમાં પલટી મારી ગઈ હતી, તેમજ કારના આગળના ભાગના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા યુવકોને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા. તેઓના નામ નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ.23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ.24) છે. બંનેને પહેલા સારવાર માટે જેતપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં બંનેને વધારે સારી સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધારે સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *