ભાજપના ધારાસભ્ય અને આપ ના કોર્પોરેટર વચ્ચે બબાલ- બસ સુવિધા શરૂ કરાવ્યાની ક્રેડિટ લેવા વિ ડી ઝાલાવાડીયા પહોંચ્યા તો રહીશોએ રોકડું પરખાવ્યું

સુરત(SURTA): આમ આદમી પાર્ટીના વોર્ડ 2 ના સતત કાર્યશીલ અને મહેનતુ કોર્પોરેટર એવા મોનાલીબેન હીરપરા અને રાજુભાઇ મોરાડીયા સહિયારા પ્રયાસથી આજે કઠોર ગામ થી સુરત જવા માટેની સીટી બસ સેવા ને ચાલુ કરાવી લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે બસ સુવિધા શરૂ કરાવ્યાની ક્રેડિટ લેવા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વિ ડી ઝાલાવાડીયા પહોંચ્યા હતા. તે દરમ્યાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને જાહેરમાં જ બાખડી પડ્યા હતા.

કઠોર રામજી મંદિર મેઈન બજાર ખાતે BRTS બસ સેવા શરૂ કરવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમંત્રણ મળ્યું ન હોવા છતાં પહોંચી ગયા હતા. બસ સેવાનું ઉદઘાટન કરવા આવેલા ધારાસભ્ય જ્યારે પોતાના સંબોધનમાં બોલવાનું શરૂ કર્યું કે અમે ઘણા સમયથી બસ સેવા શરૂ કરવા માટે મથામણ કરી રહ્યા હતા અને આખરે લોકોની સુવિધા વધારવા માટે આજથી BRTS બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. તે જ સમયે કાર્યક્રમમાં હાજર આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી અને સ્ટેજ ઉપરથી ધારાસભ્ય નીચે ઉતર્યા હતા ત્યારે તેમની સામે ખોટી ફાકા ફોજદારી કરતા હોવાના આક્ષેપો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા હતા.

કોર્પોરેટરોએ કહ્યું કે અમે વારંવાર રજૂઆત કરી ત્યારે તમારી આંખો ખુલી અને પછી તમે આ બાબતે થોડા ઘણા અંશે ધ્યાન પર લીધી પરંતુ જ્યાં સુધી આ લોકોને મુશ્કેલી પડતી હતી ત્યાં સુધી તમે કોઈએ કશું જ કર્યું નહીં અમે વારંવાર રજૂઆત કરતા રહ્યા ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીનો હાલ નિકાલ આવ્યો છે. આજે BRTS બસ સેવા શરૂ થઈ ત્યારે યશ લેવા માટે દોડી આવ્યા છો આ પ્રકારની વાત જાહેર રસ્તાઓ પર થતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા.

AAP ના કોર્પોરેટર મોનાલી હિરપરાએ જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યો માત્ર ફોટોસેશન કરવામાં જ આગળ આવે છે અને ઉદ્ઘાટનનો અને તાયફાઓ કરી રહ્યા છે. ઘણા સમયથી કઠોરના લોકોને પરિવહન માટે મુશ્કેલીઓ હોવા છતાં પણ ભાજપના શાસકોએ કોઈપણ પ્રકારની કામગીરી કરી નહીં અમે આ વિસ્તારમાં ચૂંટાયા અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરને વારંવાર રજૂઆત કરીને આ વિસ્તારના લોકોને બીઆરટીએસ બસની સુવિધા આપવી ખૂબ જરુરી છે તે પ્રકારની માંગણી કરવામાં આવી ત્યારે આ સેવા શરૂ થઇ છે. લોકોને સુવિધા આપવાનું છોડીને માત્ર ક્રેડિટ લેવા માટે સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *