હાલના દિવસોમાં ક્રિકેટ(Cricket) એક ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તે દરમિયાન શ્રીલંકા (Sri Lanka) સામેની ટી-20(T-20) અને ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં(Team India) કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. અહેવાલ મુજબ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને(Virat Kohli) ટી20 સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવી શકે છે. કોહલી લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે.
ત્યારે બીજી તરફ જાણવા મળ્યું છે કે, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહની રાષ્ટ્રીય ટીમમાં વાપસી થઈ શકે છે. જાડેજા ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદથી ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો નથી. તે જ સમયે, બુમરાહને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો.
ટેસ્ટ શ્રેણી પહેલા BCCI રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે છે. જાડેજા 24 ફેબ્રુઆરી સુધીમાં લખનૌ પહોંચી શકે છે. જ્યાં તેણે થોડા દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. મળતી માહિતી અનુસાર જાડેજા ટી-20 શ્રેણીમાં નહીં પરંતુ ટેસ્ટ શ્રેણીમાં રમે તેવી આશા છે. જો કે, બુમરાહ માત્ર ટી-20 શ્રેણીમાંથી જ વાપસી કરી શકે છે.
ત્યારે હાલમાં જ BCCIએ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની T20 અને ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. શ્રીલંકાના ટીમના પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીથી લખનૌમાં પ્રથમ T20 મેચથી થશે તેવું જાણવા મળ્યું છે. 4 માર્ચથી મોહાલીમાં બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ત્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મોહાલીમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે.
BCCIના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પસંદગીકારો, ખેલાડીઓ, કોચ બધા ઈચ્છે છે કે રોહિત શર્મા ટેસ્ટ ટીમનો પણ કેપ્ટન બને. તેણે કહ્યું કે રોહિતની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહે શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમની પસંદગી બાદ કરવામાં આવશે. હિટમેન પહેલાથી જ ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.