એર ઈન્ડિયાના પાઈલટોએ સુસવાટા મારતા પવનને ચીરીને કર્યું સફળ લેન્ડિગ- વિડીયો જોઇને પ્રશંસા કરતા નહિ થાંકો

એર ઈન્ડિયા(Air India)ની બે ફ્લાઈટના પાઈલટોએ શુક્રવારે બપોરે લંડન(London)ના હીથ્રો(Heathrow) ખાતે તેમના બોઈંગ ડ્રીમલાઈનર એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરીને કુશળતા અને કૌશલ્ય દર્શાવ્યું હતું. હરિકેન યુનિસને કારણે સેંકડો ફ્લાઈટ્સ મોડી, ડાયવર્ટ અથવા કેન્સલ થઈ ત્યારે આવું બન્યું. પરંતુ કેપ્ટન અંચિત ભારદ્વાજ(Anchit Bhardwaj) અને આદિત્ય રાવે(Aditya Rao) તોફાનમાં પણ પોતાના વિમાન પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

વાવાઝોડાએ હીથ્રો રનવે 27L ને ભારે અસર કરી. આ દરમિયાન પ્લેનના લેન્ડિંગ અને ટેક-ઓફને લાઈવ સ્ટ્રીમ કરતી યુટ્યુબ ચેનલ ‘બિગ જેટ ટીવી’એ જ્યારે એર ઈન્ડિયાનું પ્લેન લેન્ડ કર્યું ત્યારે ભારતીય પાઈલટ્સની પ્રશંસા કરી હતી. ટીકાકારે કહ્યું, “ખૂબ જ કુશળ ભારતીય પાઇલોટ્સ.”

એર ઈન્ડિયાએ પણ તેના પાઈલટોની પ્રશંસા કરી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા કુશળ પાઇલોટ્સ લંડનમાં ઉતર્યા જ્યારે અન્ય ઘણી એરલાઇન્સ આવી શકી ન હતી.” ઘણા વિમાનોને “ગો-અરાઉન્ડ” તરીકે ઓળખાતી પ્રક્રિયામાં એરપોર્ટની આસપાસ તેમના લેન્ડિંગ અથવા સાયકલને રદ કરવાની ફરજ પડી હતી.

શુક્રવારે, હરિકેન યુનિસને લઈને લંડન માટે પ્રથમ વખત હવામાન “રેડ” ચેતવણી જારી કરવામાં આવી હતી. 1987માં બ્રિટન અને ઉત્તરી ફ્રાન્સમાં ત્રાટકેલા “મહાન તોફાન” ​​પછી યુરોપમાં તે સૌથી શક્તિશાળી તોફાનો પૈકીનું એક હતું.

યુનિસ વાવાઝોડાને કારણે પશ્ચિમ યુરોપમાં ફ્લાઈટ્સ, ટ્રેનો અને ફેરીઓ પણ ભારે ખોરવાઈ ગઈ છે. તોફાન યુનિસે ઈંગ્લેન્ડમાં 140,000 થી વધુ ઘરો અને આયર્લેન્ડમાં 80,000 ઘરો અને વ્યવસાયોને વીજળી ડુલ થઇ ગઈ છે. આ તોફાનથી લાખો લોકો પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *