ગુજરાત(Gujarat): કમરતોડ મોંઘવારીના માર કે પછી આસમાની સપાટીએ પહોંચેલા પેટ્રોલના ભાવની મોટી અસરને કારણે પાંચ સભ્યનો પરિવાર એક જ “ટૂ-વ્હીલર’ ઉપર નીકળ્યો હશે કે પછી તેની પાછળનું કોઈ અન્ય કારણ હશે, તે તો ખબર નથી. પરંતુ આ પાંચ સભ્યના પરિવારે ટ્રાફિકના નિયમો(Traffic rules)નો તો ભંગ કરેલો જોઈ શકીએ છીએ. સાથે પરિવાર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે એ પણ આ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે અને સાથે નાના બાળકો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. વડોદરા(Vadodara) ટ્રાફિક-પોલીસ(Traffic-police) દ્વારા શહેરના માર્ગો પર એક ટૂ-વ્હીલર પર નીકળેલા પાંચ સભ્યના પરિવારનો આ વીડિયો(Video) પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે નહિ કે કોઈ વ્યક્તિને હેરાન કરવાનો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા ટ્રાફિક-પોલીસ દ્વારા મેં ટ્રાફિક કેમ્પ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું:
જોવામાં આવે તો હાલ રાજ્યભરમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એની સાથે વાહન અકસ્માતની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વડોદરા ટ્રાફિક-પોલીસ દ્વારા મેં ટ્રાફિક કેમ્પ નામનું એક કેમ્પેન શરૂ કરી દેવામાં આવ્યું છે અને કેમ્પેન હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પરિવારે ટૂ- વ્હીલર પર ન રાખી દયા:
રવિવારના રોજ વડોદરા ટ્રાફિક-પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “ટૂ વ્હીલર” પર મહિલા અને બાળકો મળીને કુલ પાંચ જેટલા લોકો જઇ રહ્યાં છે જે તમે પણ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો. આ વીડિયો શેર કરવા સાથે ટ્રાફિક-પોલીસે લખ્યું છે કે, “હવે તમે જ કહો આ લોકોને સમજાવવા તો કેવી રીતે સમજાવવા.’ વડોદરા શહેર ટ્રાફિક પર શેર કરવામાં આવેલો વીડિયો શહેર સાહિત્ય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે, સાથે આ વિડીયોમાં લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે પરિવાર દ્વારા કે સભ્યો દ્વારા ટૂ -વ્હીલર પર દયા રાખવામાં આવી નથી અને સાથે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.