દરરોજ સવારે ખાલી પેટે કરો આ ત્રણ વસ્તુનું સેવન- શરીરમાં થશે આ ચમત્કારી ફાયદા

જીવનમાં સ્વાસ્થ્ય(Health) સૌથી કીમતી વસ્તુ છે. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે જે ધારો તે કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રાખવા માટે દિવસની શરૂઆતમાં…

જીવનમાં સ્વાસ્થ્ય(Health) સૌથી કીમતી વસ્તુ છે. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે જે ધારો તે કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રાખવા માટે દિવસની શરૂઆતમાં પૌષ્ટિક આહાર(Nutritious diet) લેવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ સુનિશ્ચિત કરવા માટે ખાલી પેટે ઘણી બધી વસ્તુઓનું સેવન કરવું ફાયદાકારક બની શકે છે. આ સિવાય અભ્યાસ દર્શાવે છે કે સવારે પૂરતું પાણી પીવું જોઈએ. રાત્રે 8-10 કલાકની આસપાસ શરીરમાં પાણીની ઉણપ હોય છે, તેથી સવારે પુષ્કળ પાણી પીવું જોઈએ.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ત્રણ સમયના ભોજનમાં નાસ્તો પૌષ્ટિક રાખવો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં એવી વસ્તુઓને વધુમાં વધુ માત્રામાં સામેલ કરવી જોઈએ જે શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો સરળતાથી પૂરી કરી શકે. આ સિવાય ખાલી પેટે કેટલીક વસ્તુઓનું સેવન સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું કહેવાય છે. અમુક વસ્તુઓનું ખાલી પેટે સેવન ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાઓ:
હેલ્થ એક્ષ્પર્ટના જણાવ્યા અનુસાર દરરોજ ખાલી પેટે પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બદામમાં મેંગેનીઝ, વિટામીન-ઇ, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ વગેરે ભરપુર માત્રામાં હોય છે. આ માટે બદામને આખી રાત પલાળી રાખો અને પછી સવારે તેનું સેવન કરો. બદામ શરીરને પૂરતું પોષણ આપી શકે છે તેમજ મગજને તેજ બનાવવા માટે બદામ ખાવાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આથી સવારે ખાલી પેટે પલાળેલી બાદમ ખાવાથી તે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

ગરમ પાણી અને મધ:
મળતી માહિતી મુજબ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ ભેળવીને પીવાથી સ્વાસ્થ્ય માટે વિશેષ લાભ થાય છે. મધ વિવિધ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ, ફ્લેવોનોઈડ્સ અને એન્ઝાઇમ્સથી ભરપૂર છે જે તમારા આંતરડાને સ્વચ્છ અને શરીરને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. ખાલી પેટે પાણી સાથે મધનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે અને તે તમારા ચયાપચયને વધારવામાં પણ મદદરૂપ થાય છે. સવારે ગરમ પાણી અને મધનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પેટને સ્વસ્થ રાખવામાં પણ તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કિસમિસ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે:
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ખાલી પેટે ડ્રાય ફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. આમાં કિસમિસ ખાવી એ તમારા સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસને  પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નનો સ્ત્રોત માનવામાં આવે છે. બદામની જેમ જ કિસમિસને પણ આખી રાત પાણીમાં પલાળી રાખો જેથી પોષક તત્વોનું શોષણ વધે. કિસમિસ કુદરતી શર્કરાથી ભરપૂર હોવાથી સવારે તેનું સેવન કરવું તમારી ઉર્જા વધારવામાં મદદરૂપ થાય છે. એસિડ જે તમારા શરીર પર હાનિકારક અસરો ધરાવે છે કિસમિસ તેને પણ બેઅસર કરી શકે છે. અભ્યાસમાં કિસમિસ ખાવાના તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી કિસમિસને પણ બદામની જેમ જ આખી રાત પલાળી સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *