જમ્મુ કાશ્મીર માં આર્ટીકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન વિશ્વ ની સામે હાથ ફેલાવી રહ્યું હતું. પરંતુ તેનો સાથ દેવા કોઈ તૈયાર થઈ રહ્યું નથી. દુનિયાની સામે પાકિસ્તાનની દુર્ઘટના બાદ હવે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પોતાના દેશમાં ઘેરાયેલા છે.
પાકિસ્તાન ની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ઈમરાન સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, સરકારની ખોટી નીતિઓ અને ભારત સરકારની સારી સફળતાને કારણે પાકિસ્તાન દુનિયામાં એકલું થઇ ગયું છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર,પીપીપી એ ગુરુવારે ઇમરાન ખાન ની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારના એક વર્ષ પુરા થવા પર સફેદ પેપર બહાર પાડ્યું હતું. એક વર્ષ પૂરું થવા પર ઇમરાન સરકારે તેને પરિવર્તનનું વર્ષ ગણાવ્યું છે. જ્યારે પીપીપી એ આ વર્ષ અને વિનાશનું વર્ષ તરીકે જાહેર કરીયું છે.
પીપીપી એ સફેદ પત્રમાં કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ નબળું પડી ગયું છે. 112 પાનાના સફેદ પેપરમાં પીપીપીએ ઇમરાન સરકારને પસંદ કરેલી સરકાર ગણાવી હતી. સરકારે છેલ્લા એક વર્ષમાં તોડફોડ અને નબળી નીતિઓ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
પીપીપીએ ઇમરાન ખાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એ કહ્યું હતું કે, લોન માટે આઇએમએફ નહી જાય પરંતુ તેવું થયું ન હતું. ઇમરાન ખાને આઇએમએફ પાસેથી લોન લીધી હતી. પાકિસ્તાન મીડિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશમાં ગરીબી અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે.પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભટ્ટ કહ્યું કે, ઇમરાન ખાન સરકારે એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા નો નાશ કર્યો છે.