રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ગુરુવારે સવારથી યુક્રેનના ઘણા ભાગોમાં વિસ્ફોટો ચાલુ થઇ ગયા છે. મિસાઈલ પણ છોડવામાં આવી રહી છે. જેના કારણે વિવિધ શહેરોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ સ્થળોએ અટવાઈ પડ્યા છે. તેમનામાં ભયનું વાતાવરણ છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ અને ઘરોમાં છુપાયેલા છે. કિવ સ્ટેશન પહેલા 15 કિમી પહેલા ટ્રેનો રોકી દેવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં ફસાયા છે.
ઘણી જગ્યાએ હુમલાના ડરથી અલગ-અલગ ફ્લેટમાં રહેતા વિદ્યાર્થીઓ એક થઈ રહ્યા છે અને તેઓ હવે સાથે રહેશે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા માટે કિવ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક ત્યાં અટવાયા છે, જ્યારે કેટલાકને એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, “ભારતીય દૂતાવાસમાં કોલ રિસીવ નથી થઈ રહ્યા, જેના કારણે તેમને મદદ નથી મળી રહી.”
બિહારના સમસ્તીપુરનો રહેવાસી સૌરભ કુમાર યુક્રેનની વિનિત્સા નેશનલ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. તેમણે જણાવ્યું કે, આજે જે બાળકોની ફ્લાઈટ હતી તે કેન્સલ કરવામાં આવી છે. તેઓ હવે ટ્રેનમાં બેઠા છે જેને કિવ સ્ટેશનથી 15 કિલોમીટર દૂર રોકી દેવામાં આવી છે. ઘણા કલાકો સુધી ટ્રેન ન તો આગળ વધી રહી છે કે ન તો પાછળ. આવી સ્થિતિમાં ટ્રેનમાં સવાર મુસાફરો જ પરેશાન નથી, તેમાં બેઠેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. ટ્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની આજે સવારે 2.30 વાગ્યે ફ્લાઈટ હતી. એમ્બેસીનો ફોન સતત વ્યસ્ત રહેતો હોય તેમ લાગે છે તેમ છતાં તેઓ ફોન રિસીવ કરતા નથી તેથી વિદ્યાર્થીઓ ભારે પરેશાન છે.
Ivano-Frankivsk એરપોર્ટ પર મિસાઈલ હુમલાના વીડિયો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત માટે એક મોટી ચિંતા યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા છે. યુક્રેનમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ હાજર છે જેઓ બેકાબૂ પરીસ્થિતિથી ગભરાયેલા છે.
રાજધાની કિવમાં ફસાયેલા વિદ્યાર્થી નિલેશે જણાવ્યું કે, લોકો ખોરાક અને પાણીનો પુરવઠો એકત્ર કરવા માટે દોડભાગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 50 થી 60 ભારતીય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાયેલા છે અને પાણી લેવા માટે લાઇનમાં ઉભા છે જેથી તેઓ 1-2 દિવસ સુધી તેમના ઘરે રહી શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ સુપરમાર્કેટમાં ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. એરસ્પેસ બંધ થયા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પણ પરત ફરી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમની સુરક્ષા માટે વ્યવસ્થા થવી જોઈએ. ભારત સરકાર અમારી મદદ કરે. ત્યારે યુક્રેનમા ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી કંટ્રોલ રૂમના નંબર- +91-1123012113, +91-1123014104, +91-1123017905, 1800118797 અથવા situationroom@mea.gov.in પર ઈમેઈલ કરી શકાશે.
જે વિદ્યાર્થીઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ ગયા હતા તેઓ સંપૂર્ણ રીતે ફસાઈ ગયા છે. મારા શહેરમાં પણ પાછા જઈ શકતો નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, લગભગ 50 ભારતીય વિદ્યાર્થીઓને બસોની મદદથી સેફહાઉસમાં લઈ જવામાં આવ્યા છે પરંતુ કોઈ અપડેટ મળી રહ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.