CBIC ના 22થી વધુ સિનિયર અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કરવામાં આવ્યા છે. સુપરિટેન્ડન્ટ રેન્કના આ અધિકારીઓ ભષ્ટ્રાચાર અને અન્ય મામલાઓના આરોપી છે. મળેલી માહિતી અનુસાર,CBICએ 22 સિનિયર અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર્ડ કર્યા છે. જે 22 અધિકારીઓને રિટાયર્ડ કરવામાં આવ્યા છે, તે તમામ સુપરીટેન્ડન્ટ અને એઓ રેન્કના હતા. આ નિર્ણય ફન્ડામેન્ટલ રૂલ 56 મુજબ લેવામાં આવ્યો છે.
સરકાર અગાઉ પણ પગલા લઈ ચૂકી છે:
અગાઉ ગત જૂન મહિનામાં 15 અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓ CBICના પ્રધાન આયુક્ત અને ઉપાયુક્ત રેન્કના હતા. તેમાંથી મોટા ભાગનાની વિરુદ્ધ ભષ્ટ્રાચાર, ઘૂસણખોરીનો આરોપ છે. જયારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયની જવાબદારી સંભાળતાની સાથે જ ટેક્સ વિભાગના 12 સિનિયર અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કર્યા હતા. એટલે કે અત્યાર સુધીમાં કુલ 49 અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર્ડ કરવામાં આવ્યા છે.
શું છે ફન્ડામેન્ટલ રૂલ 56 ?
ફન્ડામેન્ટલ રૂલ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરી શકાય છે કે જે 50થી 55ની વર્ષના ઉંમરના હોય અને 30 વર્ષનો કાર્યકાળ પુરો કરી ચૂક્યા હોય. સરકારની પાસે અધિકાર છે કે તે આવા અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપી શકે છે. આમ કરવાની પાછળ સરકારનો હેતુ નોન-પરફોર્મિંગ સરકારી કર્મચારીને રિટાયર કરવાનો છે. એવામાં સરકાર એ નિર્ણય લે છે કે કયાં અધિકારીઓ કામના નથી. આ નિયમ બહુ પહેલાથી લાગુ છે.