નીતીશકુમારે નરેન્દ્ર મોદીને આપ્યો જડબાતોડ જવાબ, ભાજપના એકપણ MLA ને મંત્રી ન બનાવ્યા.

નીતીશ કુમાર ના કેબિનેટ વિસ્તારમાં એક પણ બીજેપી વિધાયક ને જગ્યા મળી નથી. જેડીયુના જે સભ્યોએ શપથ લીધી છે તેમાં અશોક ચૌધરી, શ્યામ રજક, એલ પ્રસાદ, બીમા ભારતી, રામ સેવક સિંહ, સંજય જા ,નીરજ કુમાર અને નરેન્દ્ર નારાયણ યાદવ ના નામ સામેલ છે.

જોવાનું છે કે આના પહેલા નીતીશકુમારે મોદી સરકારમાં જીટીયુ તરફથી મંત્રીપદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે જેડીયુના હિસ્સામાં એક સાંસદને મંત્રી બનાવવાનો પ્રસ્તાવ મળ્યો હતો જેને તેમણે ઠુકરાવી દીધો હતો. નીતીશકુમારે કહ્યું હતું કે એ હિસાબે તેમની પાર્ટીએ બિહારમાં પ્રદર્શન કર્યું છે અને જીત દર્જ કરી છે તે હિસાબથી એક મંત્રી નો પ્રસ્તાવ મળવો તે ઠીક ન હતો નીતીશકુમારે કહ્યું કે આ કારણ થી તેમણે મંત્રીપદ લેવાની ના પાડી દીધી હતી નીતીશકુમારે કહ્યું હતું કે કેન્દ્રની બીજેપી સરકારને એમનું પાર્ટીનું સમર્થન ચાલુ જ રહેશે પરંતુ તે મંત્રીપદનો સ્વીકાર નહીં કરે.

મોદી સરકારના શપથ ગ્રહણ ના દિવસથી જ બિહારના એનડીએમાં તિરાડ સામે આવી રહી છે પરંતુ હવે નીતીશકુમારને કેબિનેટ વિસ્તારમાં બીજેપીના વિધાયકો ને જગ્યા નહીં આપીને તેના પર મોહર લગાવી દીધી છે કે બિહાર એનડીએમાં કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *