Russia-Ukraine war: રશિયન સેના યુક્રેન(Ukraine) પર સતત બોમ્બનો વરસાદ કરી રહી છે અને મિસાઇલો છોડવામાં આવી રહી છે. યુક્રેનની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. રશિયા(Russia) દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે સાથે હવે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે રોજબરોજ નાગરિકોના મોત થઈ રહ્યા છે. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા(Naveen Shekharappa)નું રશિયન હુમલામાં મોત થયું હતું.
નવીન શેખરપ્પાના મોત બાદ દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ડોક્ટર બનવાના સપના સાથે એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા નવીનના પિતાએ જણાવ્યું છે કે તેમના પુત્રએ પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નવીનના પિતાએ કહ્યું છે કે PUCમાં 97 ટકા માર્ક્સ મેળવવા છતાં તેમના પુત્રને રાજ્યમાં મેડિકલ સીટ મળી શકી નથી.
યુક્રેનના ખાર્કિવમાં રશિયન ગોળીબારમાં જીવ ગુમાવનાર નવીનના પિતાએ પણ કહ્યું છે કે મેડિકલમાં સીટ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે. નવીનના પિતાએ કહ્યું છે કે અહીં મેડિકલ સીટ માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ આના કરતા ઓછા પૈસા ખર્ચીને વિદેશમાં સમાન શિક્ષણ મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના હવેલીના રહેવાસી નવીન શેખરપ્પા, જેણે ખાર્કિવમાં MBBSનો અભ્યાસ કર્યો હતો, તેનું રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં મોત થયું હતું. નવીનના મૃત્યુની માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના બાદ પીએમ મોદીએ પણ નવીનના પિતા સાથે ફોન પર વાત કરી અને પીડિત પરિવારને સાંત્વના આપી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ કહ્યું છે કે સરકાર નવીનનો મૃતદેહ યુક્રેનથી લાવવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.