વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે સરકારી મિટિંગ્સમાં ચા-બિસ્કીટ પીરસવા પર પણ પ્રતિબંધ જાહેર કર્યો હોવાનું મિડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.
પાકિસ્તાનના પ્રતિષ્ઠિત ડૉન અખબારના રિપોર્ટ મુજબ હાલ પાકિસ્તાન ગળાડૂબ દેવામાં છે. કરકસરના પગલા રૂપે સરકારે સરકારી મિટિંગ્સમાં ચા અને બિસ્કીટ પીરસવા પર પણ પ્રતિબંધ જાહેર કર્યો હતો. કેટલાક અધિકારીઓએ એવી ફરિયાદ કરી હતી કે ડાયાબિટિસના પેશન્ટ હોય એવા સરકારી અધિકારીઓ કલાકો સુધી કંઇ ખાધા પીધા વિના મિટિંગ્સમાં કઇ રીતે બેસી રહી શકે.
એથી પણ વધુ કડક પગલું એ હતું કે કોઇ પણ સરકારી ખાતામાં હાલ નવી ભરતી કરવાની નથી એેવો હુકમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તત્કાળ રોજગાર યોજનાઓ અટકાવી દેવામાં આવી હતી. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ દેવાળિયા જેવી છે. આમ છતાં ઇમરાન ખાન ભારત સાથે યુદ્ધની વાતો કરે છે.