આજે પાંચમા તબક્કામાં મતદાન શરૂ, જાણો ક્યાં દિગ્જ્જો મેદાનમાં ??

Published on: 7:55 am, Mon, 6 May 19

લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં લોકસભાની 51 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ જેમ કે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાનીની બેઠકો પર પણ મતદાન છે.

પાંચમા તબક્કામાં આવતા રાજ્યો અને બેઠકો:

ઉત્તર પ્રદેશ : 14 બેઠકો

રાજસ્થાન : 12 બેઠકો

પક્ષિમ બંગાળ : 7 બેઠકો

મધ્ય પ્રદેશ : 7 બેઠકો

બિહાર : 5 બેઠકો

ઝારખંડ : 4 બેઠકો

જમ્મુ કાશ્મીર : 2 બેઠકો

ટોટલ 11 રાજ્યોમાં 51 બેઠકો પર મતદાન ચાલુ થયું છે. અને પાંચમા તબક્કા ની શરૂઆત થઇ ચુકી છે.