પત્ની-સાસુની હત્યા કરી, જમાઈએ પણ ટ્રેન નીચે પડતું મુક્યું જીવન- ત્રણ બાળકોએ ગુમાવી માતપિતાની છત્રછાયા

હત્યા તેમજ આપઘાતના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે, જાણે લોકો માટે કોઈની હત્યા કરવી ખુબ જ સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે હાલમાં જ ઉતરાખંડમાંથી (Uttarakhand) આવો જ એક મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવક પોતાની પત્ની નિશુ અને સાસુ જયંતિ દેવીની હત્યા કરીને ફરાર થયો હતો. તે આરોપી નિખિલ ઉર્ફે સોનુનાથે ઉત્તરાખંડના ઉધમસિંહનગરના જસપુરમાં મંગળવારે સવારે લગભગ 5 વાગે ટ્રેનની સામે કૂદીને આપઘાત કર્યો હતો. તે દરમિયાન પોલીસ તેને શોધી રહી હતી. તે યુવકે આપઘાત કર્યો ત્યારે તેની પાસેથી મળેલી સુસાઈડ નોટ પરથી તેની ઓળખ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ડબલ મર્ડર અને આત્મહત્યા પાછળ ઘરેલુ વિવાદ સામે આવ્યો છે. નિખિલના તેના પરિવારમાં સંબંધો સારા નહોતા, હંમેશા નાના-મોટા ઝગડાઓ થયા કરતા હતા. નિખિલ જાસપુરનો રહેવાસી હતો. તેને ટ્રેનમાંથી કપાઈ જવાની જાણ થતાં જ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઉધમસિંહનગર પોલીસનો સંપર્ક કરતાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું હતું. આ સિવાય જાણવા મળ્યું છે કે, સોનુના લગ્ન 8 વર્ષ પહેલા નિશુ સાથે થયા હતા. તે તેના બીજા લગ્ન હતા. સોનુને બે પુત્ર અને એક પુત્રી છે.

જાણવા મળ્યું છે કે, ડબલ મર્ડર પછી, 27 ફેબ્રુઆરીએ સોનુ તેના બાળકોને તેની બહેન સાથે અમરોહામાં છોડી ગયો હતો અને ત્યારથી તે ફરાર હતો. આરોપીની શોધ ચાલી રહી હતી, પરંતુ મંગળવારે ગાઝિયાબાદમાં રેલવે ટ્રેક પર તેની લાશ હોવાની માહિતી મળી હતી. લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ નોટમાં નિખિલે સમગ્ર ઘટના માટે ભાભી પિંકીને જવાબદાર ગણાવી હતી.

તેણે લખ્યું કે પિંકી જ તેની પત્ની અને સાસુને તેના વિશે ખોટી વાતો કહેતી હતી. તે સાસુ-સસરા અને પત્નીની માફી પણ માંગતો હતો, છતાં પણ ઝગડો થતો હતો. પિંકીએ આ ન કર્યું હોત તો આ બધું ન થયું હોત. છેલ્લે લખ્યું હતું કે, નીતુ તું મારી પત્ની હતી અને હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો અને મેં જ તને મારી નાખી. હું ક્ષમાને લાયક નથી. પણ હું તમારી પાસે આવું છું. બની શકે તો મને માફ કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *