ગુજરાત(gujarat): પરેશભાઈ પાટણ(Patan)ના હારીજમાં વસવાટ કરે છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે તેઓ ઝાઝુ ભણી ન શક્યા. વળી નાનપણમાં જ લગ્ન થઇ ગયા એટલે ઘરની બધી જ જવાબદારી પરેશભાઈ ઉપર આવી ગઈ હતી. જેને કારણે નાની ઉમરે જ ઝટ કામ ધંધે વળગવાનું થયું. જુનામાંથી રીક્ષા લઈ તેમણે વ્યવસાય શરૃ કર્યો. પણ એમાંથી જે મળે તેમાંથી મોટાભાગનો ખર્ચ રીક્ષાના રીપેરીંગમાં જાય.
નવી રીક્ષા અથવા બે કે ત્રણ વર્ષ જુની રીક્ષા ખરીદવાનું નક્કી કર્યું. થોડી મુડી હતી ને જે ખુટતુ હતું તે તેમણે VSSMમાંથી લેવાનું નક્કી કર્યું. કાર્યકર મોહનભાઈ થકી અમે 50,000 રૃપિયા લોન પેટે આપ્યા. જેમાંથી એમણે બે વર્ષ જુની રીક્ષા ખરીદી. આમ ધંધો સરસ થવા માંડ્યો. બચત થઈ સરસ ઘર પણ બનાવ્યું. પરેશભાઈએ સાધનિકી આ બધુ મેળવ્યું. પણ મનની સેવાની ભાવના હરહંમેશ રહ્યા કરતી.
પરેશભાઈ જણાવતા કહે છે કે, મને તમે મદદ કરી છે તેથી હું બેઠો થયો. મારે પણ મારી કમાણીનો થોડો ભાગ સેવાના કાર્યોમાં કાઢવો જોઈએ એવું એ માને. અમારો માવજત કાર્યક્રમ જે અંતર્ગત અમે નિરાધાર વડીલોને રાશન આપીએ. તે હારીજ આસપાસના સાત થી દસ કિ.મી.ના વિસ્તારમાં રહેતા માવતરોના ઘરે દર મહિને રાશનકીટ પહોંચાડવાનું પરેશભાઈ વિનામુલ્યે કામ કરે છે.
આ ઉપરાંત, તેમની રીક્ષામાં કોઈ પ્રસુતિની પીડા ઉપડી હોય તેવી બહેન બેસે તો એમની પાસેથી ભાડાના પૈસા એ ન લે. સીનીયર સીટીઝન પાસેથી પણ 50 ટકા ભાડુ જ લે. આર્થિક રીતે સુખી સંપન્ન જેની પાસે ઘણું છે એ વ્યક્તિ કોઈને મદદ કરે તે તો સમજી શકાય. પોતાના ઘરમાં માંડ-માંડ પૂરું પડતું હોય ત્યારે મર્યાદીત આવકની વચ્ચે સેવાના ભાવને ટકાવવો ને સેવા કરવી એ કાબીલે તારીખ છે.
પરેશભાઈ કહે છે કે, તમને સૌને જોઈને જ હું કાર્ય આ શીખ્યો છું. સાંભળીને આવો હકારાત્મક ચેપ રસૌને લાગે તેવું સાહજિક કહેવાઈ જ ગયું. પરેશભાઈને રીક્ષા માટે લોન આપવા અમને આર્થિક મદદ કરનાર YVO સંસ્થાનો ઘણો આભાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.