યુક્રેનિયન આર્મીએ કર્યો અભદ્ર વ્યવહાર, ભારતીય એમ્બેસીએ પોલેન્ડ પહોચ્યા પછી મદદ કરી, સાંભળો આપવીતી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ(Indian students) હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. રશિયન હુમલા(Russian attacks) બાદ યુક્રેનમાંથી વતન ભારતમાં પહોચેલી પટેલ ઋત્વીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, જેવો MBBSનો અભ્યાસ કરી રહ્યા હતા તેઓ યુક્રેન માં ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી માં અભ્યાસ કરી રહ્યા છે

તેઓ જણાવી રહ્યા છે કે, ભારતીય એમ્બેસી દ્વારા ૨૪ ફેબ્રુઆરી ના રોજ દેશ છોડી દેવા માટે જાણ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બે દિવસ પછી ૨૬ બસ આવી હતી. અને આવી પરસ્થિતિમાં માં પણ યુક્રેન માં બસ ની વ્યવસ્થા થતી તો ડીઝલ ખૂટી જતું અને ડીઝલ હોતું ત્યારે બસ ની વ્યવસ્થા નોહતી થતી તો 40-40 કિમી સુધી ટ્રાફિક જામ હતું આવી પરિસ્થિતિમાં પણ તેઓ હાર્યા વગર હિંમતથી લડીને બોર્ડર ક્રોસ કરીને પોલેન્ડ સુધી આવી જવાના સફળ રહ્યા હતા.

બીજી દિકરી હસ્તી વિરાણીએ જણાવ્યું કે, યુક્રેન આર્મી ભારતીય વિધાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી હતી તેઓ યુક્રેન વાસીઓ ને વધારે પ્રાધાન્ય આપી રહ્યા હતા અને ઠંડી ના હિસાબે તેઓ ખૂબ મુશ્કેલી ભોગવી ને પોલેન્ડ બોર્ડર સુધી પોહચી ગયા હતા. જ્યારે ગુજરાતની એક બીજી દિકરી જૈની કાનપરિયા જણાવી રહી છે કે, બોર્ડર પરની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી ત્યાંના સૈનિકો પણ ખૂબ ભેદભાવ કરી રહ્યા હતા ખાવા પીવાની કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા નોહતી તો વોશરૂમ કે ટોઇલેટ ની પણ કોઈ પ્રકાર ની વ્યવસ્થા નોહતી છતાં પણ જેમ તેમ કરી ને દિવસો પસાર કરી ને આખરે તેઓ પણ પોલેન્ડ બોર્ડર સુધી પોહચવામાં સફળ રહ્યા હતા.

દીકરીઓ જણાવી રહી હતી કે, તેઓ ૧૨ કલાક સુધી સફર કર્યા બાદ તેઓ પોલેન્ડ બોર્ડર સુધી પોહચી શક્યા હતા તેઓ જણાવી રહ્યા છે કે ભારતીય વિધાર્થીઓ ૬૦_૭૦ કિમી સુધી ચાલી ચાલી ને પણ જેવી તેવી રીતે બોર્ડર ક્રોસ કરી હતી તેઓ ને કડકડતી ઠંડી માં પણ કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા હતી નહિ. ત્યાં ભારતીયો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો ત્યાં મોબાઇલ ના નેટવર્ક વીજળી ના અભાવ ના કારણે મોબાઇલ પણ ચાર્જ કરવો મુશ્કેલ બની ગયો હતો અને ઘણી બધી મુશ્કેલીઓ વેથી ને આજે વિધાર્થીઓ ભારત પોતાના ઘરે પોહચ્વામાં સફળ રહ્યા હતા.

વિદ્યાર્થીનીઓ જણાવી રહ્યા હતા કે, ત્યાંના સૈનિકો ભારતીય ને આગળ પણ વધવા નોહ્યા દેતા અને ત્યાંના દેશવાસીઓ ને પ્રથમ પ્રાધાન્ય આપી ને તેઓ તેમને જલ્દી બાહર કાઢી રહ્યા હતા. જ્યારે પ્રથમ બ્લાસ્ટ થયો ત્યારેજ ભારતીય વિધાર્થીઓ એ નક્કી કરી નાખ્યું હતું કે વેહલી માં વેહલી તકે દેશ છોડવો જ પડશે ત્યાંના લોકો ને ત્યાંના સૈનિકો બંકરો ની વ્યવસ્થા પણ કરી હતી ભારતીય એમ્બેસી ત્યાં કોઈ મદદ કરી શકતી નોહતી પણ જ્યારે તેઓ પોલેન્ડ બોર્ડર પાર થતાં ની સાથેજ ભારતીય એમ્બેસી સંપૂર્ણ મદદ કરી હતી તેઓ ની ખાવાપીવાની વ્યવસ્થા થી માંડી ને રેહવાં ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *