અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવને કારણે વૈશ્વિક મંદીના ભયથી વૈશ્વિક બજારોમાં સોમવારે સોનાની કિંમત નવી ઉંચાઈ પર પહોંચી હતી. ભારતમાં સોમવારે સોના અને ચાંદી ની કિંમત નવી વિક્રમજનક સપાટી પર પહોંચી હતી. અમદાવાદમાં પણ સોનાની કિંમત રૂપિયા 1200 ના ઉછાળા સાથે રૂપિયા 40200ની ઐતિહાસિક સપાટી ઉપર પહોંચ્યા હતા. સાથે સાથે ચાંદી પણ રૂપિયા 1200ના ઉછાળા સાથે 45700 પ્રતિ કિલો જોવા મળી હતી. ચાંદીનો 15 વર્ષ પહેલા પ્રતિ કિલોગ્રામ નો ભાવ 75 હજારની સપાટીએ સુધી પહોંચ્યો હતો. મુંબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂપિયા 40 હજારની ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી હતી. ઓક્ટોબર ગોલ્ડ ફ્યુચર માં સોમવારે મજબૂતાઈ જોવા મળી હતી. સપ્ટેમ્બર ફ્યુચર માટે એમસીએક્સ પર ચાંદી ની કિંમત પણ રૂ 45342 પ્રતિ કિલોની સપાટી ઉપર જોવા મળી હતી.
વૈશ્વિક બજારોમાં સ્પોર્ટ ગોલ્ડ ની કિંમત 1 ટકા જેટલી વધીને પ્રતિ 1544.27 અમેરિકન ડોલર નોંધાઈ હતી. ભારતમાં ડોલરની સામે રૂપિયાની નબળાઇને કારણે પણ સોના અને ચાંદીની કિંમતોમાં વધારે ભડકો થયો હતો.
આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડા અને વેપાર યુદ્ધના કારણે ઘટતા જતા વ્યાજદરના સંદર્ભમાં ગોલ્ડ બુલ્સ સામે સારી સ્થિતિ સર્જાય છે. છેલ્લા ચાર વર્ષથી સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવાયો હતો નિષ્ણાંતોના મતે વર્ષના અંત સુધી સોનાની કિંમતો વધતી રહેશ.
સોમવારે ભારતીય રૂપિયાનો ડોલર સામે ભારે ધોવાણ થયું હતું. એક સમયે રૂપિયો ડોલર સામે ૫૯ ટકા ગબડીને 72.25 ની ચાલુ વર્ષની સૌથી નીચી સપાટી પર ચાલ્યો ગયો હતો. સોમવારે બજાર ખુલતાની સાથે શુક્રવારના બંધ એક ડોલરના રૂપિયા 73.66થી ગગડીને રૂપિયો 71.97 ઉપર ખુલ્યો હતો. ઇન્દ્રા ડે કારોબારમાં રૂપિયો ડોલર સામે તૂટીને એક સમયે 72.25 ની સપાટી પર ચાલ્યો હતો. તે સમયે બાદ રૂપિયા માં થોડી મજબૂતાઈ આવી હતી અને કારોબારના અંતે 36 પૈસાના ઉછાળા સાથે 72.02 ની સપાટી પર બંધાવ્યો હતો. ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 3.5 ટકાનું ધોવાણ થઇ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.