ભાજપના પ્રવક્તાએ ગાંધીજી ને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહ્યા

Published on: 9:07 am, Fri, 17 May 19

સાઘ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે નાથુરામ ગોડસે અને દેશભક્ત કહ્યા બાદ ખૂબ જ મોટો વિવાદ સર્જાયો હતો છે હજી અટક્યો પણ નથી તાજ મધ્યપ્રદેશના ભાજપના પ્રવક્તા અનિલ સૌમિત્રે ફરી એકવાર ગાંધીજી ઉપર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. અનિલ સૌમિત્ર એ પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે – રાષ્ટ્રપિતા હતા પરંતુ પાકિસ્તાન રાષ્ટ્રના. ભારત રાષ્ટ્રમાં તો તેમની જેવા કરોડો પુત્ર થયા. અમુક લાયક તો અમુક ના લાયક.

સોમિત્રે કહ્યું કે કોંગ્રેસે તેમને રાષ્ટ્રપિતા ઘોષિત કર્યા હતા, રાષ્ટ્રના કોઈ પિતા નથી હોતા પણ પુત્ર હોય છે. ચર્ચમાં ફાધર હોય છે અને કોંગ્રેસે તેમનું હિન્દી રૂપાંતર કરી પિતા બનાવી દીધા.

સૌમિત્રએ આગળ કહ્યું કે રહી વાત પાકિસ્તાનની તો પાકિસ્તાન નિર્માણમાં ગાંધીજીના પ્રયાસો હતા. ઝીણા અને નેહરુના સપનાને તેમણે સાકાર કર્યું. અમે ગાંધીજીના વિચારોને આગળ વધારવા વાળા લોકો છીએ. અમે સંઘના સ્વયંસેવક ના ગ્રુપમાં રોજ સવારે તેમનું નામ લઈએ છીએ. આ પહેલાં જ ગુરુવારે સાધ્વી પ્રજ્ઞા એ રાષ્ટ્રપિતાનું કલર નાથુરામ ગોડસે ને દેશભક્ત જાહેર કરી ખૂબ જ મોટો વિવાદ સર્જ્યો હતો.

પછી મોડી રાત્રે તેઓએ પોતાના વિવાદાસ્પદ નિવેદન પર માફી પણ માંગી હતી. પ્રજ્ઞાએ ટ્વીટ કર્યું હતું કે,’ હું નાથુરામ ગોડસે વિશે મારા દ્વારા લેવામાં આવેલ નિવેદનને કારણે દેશની જનતા પાસેથી માફી માગું છું. મારું નિવેદન એકદમ ખોટું હતું. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નું સન્માન કરું છું.’

કદાચ સંઘના લોકો એ ભૂલી ગયા છે કે બે અલગ દેશ હોવાની વાત સૌપ્રથમ સંઘ સાથે જોડાયેલ વિરસાવરકર એ જ કરી હતી. વીર સાવરકર દ્વારા સૌપ્રથમ ‘two nation’ જેવા શબ્દો ઉચ્ચારવા માં આવ્યા હતા.

Be the first to comment on "ભાજપના પ્રવક્તાએ ગાંધીજી ને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહ્યા"

Leave a comment

Your email address will not be published.


*