પુત્રની વહુ દહેજ ન લાવી તો ભાજપી નેતાએ પુત્રવધૂને ગોળી મારી દીધી- વાંચો સમગ્ર ઘટના વિષે

મળતી માહિતી અનુસાર ભાગલપુર ભાજપના નેતાએ પોતાની પુત્રવધૂને ગોળી મારી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટના રવિવારના રોજ બપોરે બની હોવાનું સામે આવ્યું છે. બિહારના મોજાહિદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીરજાનહાટ સ્થિત મદનુચક મહોલ્લામાં આ ઘટના ને અંજામ દેવામાં આવ્યો છે. ભાજપના નેતા સૂર્યશંકર શાહરૂખે સુરત સાહેબ પોતાની નાની પુત્રવધુ મહિમા ભારતે ઉંમર વર્ષ 26 ને પોતાની લાઈસન્સ વાળી પિસ્તોલથી ગોળી મારી દીધી છે. ગોળી પુત્રવધૂના ડાબા પડખામાં લાગી છે. ઘાયલ મહિલાને સસરા પક્ષના લોકોએ જ ઈલાજ માટે મેડિકલ કોલેજ હોસ્પિટલ માં ભરતી કરાવી છે. આ ઘટના બાદ ભાજપ નેતા ફરાર છે.

બરારી પોલીસ સ્ટેશન વિસ્તારના બડી ખંજરપુર મોહલ્લામાં ગોપીનાથ શાહને એકની એક પુત્રી મહિમા ના લગ્ન 16 ફેબ્રુઆરી 2016ના રોજ મીરજાનહાટ મહોલ્લા ના સુરજ શાહના નાના પુત્ર મુજફફરપુર સ્થિત સ્ટેટ બેન્કના સહાયક મેનેજર ભાવેશકુમાર ભાસ્કર સાથે થયા હતા. મહિમા ભારતી બાંકા જિલ્લાના અમરપુર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં હેલ્થ ઓપરેટર ના પદ ઉપર કામ કરતી હતી.

ઘટનાની જાણકારી મળવાની સાથે મહિમાના પિયર પક્ષના લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. મહિમાની માતા મંજુ દેવીએ કહ્યું કે, લગ્ન બાદ તરત જ તેનો સસરો મારી દીકરીને પ્રતાડિત કરી રહ્યો હતો. ક્યારેક નોકરી છોડવાની તો ક્યારેક દહેજ ને લઈને હેરાન કરવામાં આવી રહી હતી. નાની નાનો વાત પર પિસ્તોલ કાઢીને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ કારણે જ મહિમાએ પોતાના સાસરે જઈને નોકરી પર જવાનું છોડી દીધું હતું. પોતાના પિતાની આ હરકતથી જમાઈ પણ પરેશાન રહેતા હતા. પરંતુ પોતાના પિતા સામે તેઓ કંઈ બોલી શકતા નહોતા। મુજ્જફરપુર થી રાચી ટ્રાન્સફર કરવાનું હોવાને કારણે રવિવારે સવારે ભાવેશકુમાર પોતાના સાસરિયામાં આવ્યા હતા. પિતાના ડરને કારણે દીકરો પણ ઘરને બદલે સાસરિયામાં આવતો જતો હતો..

પતિની સામે જ સસરા એ મારી દીધી ગોળી

ઘાયલ મહિમા ભારતીએ કહ્યું કે પોતાના પતિ એ રાચે ટ્રાન્સફર થવાને કારણે ત્યાં શિફ્ટ થવાની તૈયારી કરી લીધી હતી. રવિવારે બપોરે હતી પલંગ લાવવા માટે સાસરિયામાં ગયા હતા રૂમમાંથી પલંગ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સસરાએ આવીને બબાલ શરૂ કરી દીધી અને કહ્યું કે લગ્નમાં પિયરમાંથી આવેલા પલંગ ને તમે રાંચી લઈ જાઓ છો. ત્યારબાદ લડાઈ શરૂ થઈ હતી અને ગુસ્સામાં જ સસરાએ પિસ્તોલ કાઢીને પાછળથી મહિમાને ગોળી મારી દીધી. મહિમાના પિતાનો દાવો છે કે તેઓએ 10 લાખ રૂપિયા દહેજ આપીને ધૂમધામથી લગ્ન કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *