આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ તણાવગ્રસ્ત રહેતો હોય છે. તણાવગ્રસ્ત વ્યક્તિઓને સૌથી વધારે શાંતિ કોઈ આપી રહ્યું હોય તો તે છે પ્રકૃતિ અને સંગીત. સંગીતનો મૂળ ઉદ્ભવ પ્રકૃતિથી જ થયો છે. નદી, ઝરણા, હવા પક્ષીઓના કલરવથી સંગીત દરેક જગ્યાએ પ્રસરેલું છે. સંગીત વગર મનુષ્ય અધૂરો છે. આજકાલ તણાવ મુક્ત થવા તથા રોગ દૂર કરવા સંગીત થેરાપીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે. રોગીઓને ફાયદા થવાનું જાણવા મળ્યું છે. આજ કારણે કદાચ સૃષ્ટિના સર્જન સાથે સાથે સંગીતનો પણ ઉદ્ભવ થયો છે. માટે દરેક દેશમાં પોતાનું આગવું સંગીત, નૃત્યની સંસ્કૃતિ જોવા મળે છે.
સંગીત એક વ્યાપક વિષય છે. આધુનિક યુગમાં ટેક્નોલોજી દ્વારા તેને સરળ અને સહજ રીતે શીખી શકાય, તેનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય શ્રી મનિષ રાજગુરુ કરી રહ્યા છે. તેમની અટક રાજગુરુ છે પણ સાચા અર્થમાં તેઓ સંગીતના મહાગુરુ છે. અહીં મહાગુરૂ એટલા માટે કે જ્યાં જ્યાં સ્કૂલોમાં સંગીતના શિક્ષક ના હોય તેવા દૂર અંતરિયાળ ગામોની સ્કૂલ સુધી પહોંચીને સંગીત ક્ષેત્રે સેવાઓ આપી છે. ફક્ત બનાસકાંઠાની સ્કૂલોમાં અત્યાર સુધીમાં 8000 થી 9000 બાળકો તેમના માર્ગદર્શન નીચે ગાતા તથા વગાડવાનું શીખી ચુક્યા છે.
બાળપણથી સંગીતના જ વાતાવરણમાં ઉછેર થયો. વારસામાં પણ મળ્યુ. તેમને બાળપણથી સંગીત શિક્ષણ લેવાનું શરુ કર્યું. એક તરફ સ્કૂલમાં શિક્ષણ, બીજી બાજુ શિક્ષણ સાથે સાથે સંગીતની તાલીમ પણ લેતા રહ્યા. સ્કૂલ દરમિયાન તેઓ નાનપણથી જ સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એક વાદક તરીકે અને ગાયક તરીકે ભાગ લેતાં રહ્યા. તેમની રુચિ સંગીત સાથે જોડાયેલી રહી. આગળ જતાં તેમને પોતાની કારકિર્દી સંગીતમાં બનાવી હતી. સંગીત તેમનું જીવન બની ગયું. છેલ્લા 40 વર્ષોથી તેઓ સંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. સમય જતાં ટેક્નોલોજીનો યુગ શરૂ થયો દરેકના જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. લોકો સામાન્ય જીવનમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા.
ત્યારે બાળકોને સંગીત શીખવતા શીખવતા તેમના મનમાં એક વિચાર આવ્યો કે, આ ટેકનોલોજી દ્વારા આપણે બાળકોને સરળતાથી સંગીત શિખવાડી શકાય. મનીષભાઈ રાજગુરુના મનમાં એક વિચારે બીજે ગર્ભ ધારણ કરી લીધો અને તેઓ કામમાં લાગી ગયા. તેના માટે તેમને સોફ્ટવેર એન્જિનિયર શિખીને સંગીત એપ બનાવવાનું શરુ કર્યું. સતત મહેનત પછી નવ વરસોના સમય બાદ ગર્ભનો પ્રસવ થયો. પરિણામ સ્વરૂપ એક સોફ્ટવેર ડેવલપ કરી “Learn Music at your home” આ સોફ્ટવેર દ્વારા તેમને લોકોના ઘરમાં પગપેસારો કર્યો.
સંગીત એક ગહન અભ્યાસ છે. તેને શિખવામાં ખૂબ લાંબો સમય લાગે છે. પરંતુ આ એપના કારણે સરળતાથી સંગીત ગાતા આને વગાડતા શિખી શકાય છે. જે વ્યક્તિને સંગીતની સમજ ન હોય એટલે કે સંગીતનો કક્કો કે બારખડી ના આવડતી હોય તેઓ પણ શંકોચ વગર શિખી શકે છે. આ એપ દ્વારા કોઈ પણ ઉંમરે તમે સંગીત વિના સંકોચે શિખી શકે છે. આ એપની સફળતા જોઇને મનિષ ભાઈ રાજગુરુ “ગુજરાત સરકાર” તથા “UNICEF”ના સહયોગથી સંયુક્ત ઉપક્રમે સ્કૂલોમાં ઓનલાઇન પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેમાં તેઓ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, મનીષભાઈ રાજગુરુ એક એવા સંગીતગુરુ છે જેઓ એપ દ્વારા ઘરે બેસીને તમને મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટર પર ઓનલાઇન મ્યુઝિક દેશ વિદેશમાં શિખવાડી રહ્યા છે. તેમનો ધ્યેય છે કે, ભારતીય સંગીત દેશ વિદેશમાં ઘરે ઘરે પહોંચે અને લોકો ગાતા તથા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખે. મનીષભાઈ રાજગુરુએ એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે “દેવદૂત ચેરિટેબલ ટ્રસ્ટ” આ ટ્રસ્ટ છેવાડાના વિસ્તારોમાં બાળકો સુધી સંગીત પહોંચે તે માટે કાર્ય કરી રહ્યુ છે. આ એપ થકી કોઈ પણ વ્યક્તિ કોઈ તેમની પસંદગી ના ગીતો સંગીતના, પ્રોજેક્ટ ખૂબ ઓછી ફીસમાં તૈયાર કરી આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.