પહેલા કોવિડ અને પછી વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પૃથ્વી પર એક બીજી ઘટના બની છે. જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. રસ્તા પર ચાલતી વખતે, કેટલાક લોકો એક એવા પ્રાણીની સામે આવ્યા, જેને પહેલા કોઈએ જોયો ન હતા. આવી સ્થિતિમાં સવાલ એ થઇ રહ્યો છે કે, આ જીવ શું છે અને અહીં કેવી રીતે આવ્યો? ઓસ્ટ્રેલિયા (Australia)ના પૂર્વ કિનારે તાજેતરના દિવસોમાં ભારે વરસાદ અને પૂર જેવી હાલત સર્જાય રહી છે. સિડની ડૂબી જવાની અણી પર છે તેવી સ્થિતિ દેખાય રહી છે. આવી સ્થિતિમાં, એક વિચિત્ર પ્રાણી રસ્તાની બાજુમાં પડેલું જોવા મળ્યું જે સંપૂર્ણપણે ભીનું હતું. જો કે, આ વિચિત્ર દેખાતું પ્રાણી પુરવાળા વિસ્તારોમાં જોવા મળ્યું ન હતું.
વિચિત્ર પ્રાણીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી:
સિડનીમાં, હેરી હેયસ નામનો એક માણસ જોગિંગ માટે બહાર જતો હતો. ત્યારે તેણે તે પ્રાણી જોયું જે માંસના ટુકડા જેવું દેખાતું હતું. એટલે કે, એક ભ્રૂણ જેવું જે સંપૂર્ણપણે એલિયનના વેશમાં હતું. અત્યાર સુધી કોઈ પણ આ વિચિત્ર પ્રાણીને ઓળખી શક્યું નથી. એલિયન કહેવાનું આ પ્રાણી ઓસ્ટ્રેલિયાના મેરિકવિલે વિસ્તારમાંથી મળી આવ્યું છે.
પ્રાણી પર સંશોધન શરૂ કરવામાં આવ્યું:
યુનિવર્સિટી ઓફ સિડની અને યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના વિદ્વાનો, ઘણા સંશોધન પછી પણ હજુ સુધી જીવને ઓળખી શક્યા નથી. પ્રાણીને જોયા પછી, તેના વિશેની માહિતી રેડિટ પર શેર કરવામાં આવી હતી. તેમજ પ્રાણીની એક તસવીર પણ શેર કરવામાં આવી હતી. જેમાં તે શરીર તંબુ જેવા હાથ સાથે જોવા મળે છે. રેડિટ પર, વપરાશકર્તાઓએ આ ભયાનક ‘એલિયન’ પ્રાણી વિશે તેમના અભિપ્રાય શેર કર્યા છે. કેટલાક લોકોએ આ વિચિત્ર દેખાતા પ્રાણીને માંસનો ટુકડો તરીકે ઓળખાવ્યું છે. જે સડીને દૂર દૂરથી મૃતદેહની જેમ તીવ્ર દુર્ગંધ ફેલાવી રહ્યું છે. જેની દુર્ગંધ વચ્ચે જીવવું મુશ્કેલ બની રહ્યું હતું. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું છે કે, સડેલા માંસ જેવું હોવાથી તે માખીઓને પણ ઝડપથી આકર્ષે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.