બિહાર(Bihar): શેખપુરા(Sheikhpura)થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના બરબીઘા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં, સોમવારે સાંજે 6 સગીર છોકરાઓએ બે આઠ વર્ષની બાળકીઓ પર સામૂહિક બળાત્કાર(Gang rape) કર્યો. આ પછી યુવતીઓને 3 રૂપિયા આપ્યા અને કહ્યું કે, આ અંગે કોઈને કહેતી નહીં. માહિતી મળ્યા પછી, બરબીઘા પોલીસે(Barbigha Police) દરોડો પાડ્યો અને ઘટનામાં સંડોવાયેલા 2 છોકરાઓને ઝડપી પડ્યા છે, જ્યારે 4 હજુ પણ ફરાર છે. ગેંગરેપ કરતા પહેલા તમામ છોકરાઓ સાથે બેસીને મોબાઈલમાં અશ્લીલ ફિલ્મો જોતા હતા.
ખેતરમાં સાગ તોડતી છોકરીઓને ઉપાડી ગયા
આ ઘટનાના સંબંધમાં પીડિતાની દાદીએ બરબીઘા પોલીસ સ્ટેશન(Barbigha Police Station)માં કેસ નોંધાવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, તમામ 6 મિત્રો સાંજે 5-6 વાગ્યાની આસપાસ એક જગ્યાએ બેઠા હતા અને મોબાઇલ પર અશ્લીલ ફિલ્મો જોતા હતા. તે પછી તે પણ આવું જ કરવા માંગતા હતા. ત્યાંથી થોડે જ દૂર બે છોકરીઓ ખેતરમાં સાગ તોડી રહી હતી. ત્યાર બાદ યુવકોએ તે છોકરીઓને ઉપાડી લીધી અને બંને યુવતીઓ સાથે વારાફરતી સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો.
તમામ છોકરાઓની ઉંમર 13 વર્ષથી ઓછી
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સામેલ તમામ છોકરાઓની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે જ્યારે બંને છોકરીઓની ઉંમર 8 વર્ષની છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, પીડિતાની દાદીએ સોમવારે મોડી સાંજે આ ઘટના અંગે કેસ દાખલ કર્યો છે. બંને યુવતીઓને મેડિકલ તપાસ માટે શેખપુરા મોકલવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને બાળકોને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.
સામૂહિક બળાત્કાર બાદ યુવતીના હાથમાં આપ્યા 3 રૂપિયા
સૂત્રોએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ જ્યારે બંને છોકરીઓ રડવા લાગી ત્યારે છોકરાઓએ એક છોકરીના હાથમાં 3 રૂપિયા આપ્યા અને કહ્યું કે, “કોઈને કંઈ કહેતી નહીં.” પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલી દાદીએ જણાવ્યું કે, જ્યારે મારી પૌત્રી ઘરે આવી ત્યારે તે રડી રહી હતી. અનેક વખત પૂછતાં આખી વાત તેણે મને જણાવી. આ ઘટનાની જાણ આસપાસના ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.