સુરતમાં લોભામણી જાહેરાત કરી, હજારો લોકો પાસેથી કરોડોની રકમ લઈને ફરાર થયેલો કેદી ઝડપાયો

આજકાલ રોજગારી મેળવવા માટે, હજારો લોકો સુરત(Surat)માં આવીને વસે છે. ત્યારે આવા કેટલાક લોકોને કોઈને કોઈને સ્કીમ આપી છેતરપીંડી કરી રહેલા ચોરોનો હાલ સુરતમાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ‘રોજના માત્ર રૂ.100 ત્રણ વર્ષ સુધી ભરવાથી કંપની દ્વારા રૂ.1.08 લાખ પરત આપશે’ એવી લોભામણી જાહેરાત કરીને દેશભરમાં હજારો રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવી કરોડોની ઉઘરાણી કરનાર માઈક્રો લીઝિંગ એન્ડ ફંડીંગ લી. ના સુરતના એજન્ટને સુરત ક્રાઈમ બ્રાન્ચે સાત વર્ષ બાદ વતન ઓરિસ્સાથી ઝડપવામાં આવ્યો છે.

જયારે ઓરિસ્સાની માઈક્રો લીઝિંગ એન્ડ ફંડીંગ લી. નામની કંપની દ્વારા સમગ્ર દેશમાં તેમની ઓફિસ શરૂ કરવામાં આવી છે. જયારે આ કંપની દ્વારા રાજ્યમાં અલગ અલગ એજન્ટ બનાવવામાં આવ્યા હતા. આ કંપની એવી સ્કીમ આપવામાં આવે છે જે દૈનિક રૂ.100 ત્રણ વર્ષ સુધી ભરવામાં આવે તો કંપની રૂ.1.08 લાખ પરત આપે છે. જયારે આ લોભામણી સ્કીમમાં આવતા દેશભરમાં હજારો રોકાણકારો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. તેમજ કંપની દ્વારા સુરતમાં વરાછારોડ હિરાબાગ સર્કલ નજીક આવેલ મંગલદીપ એપાર્ટમેન્ટમાં એક ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જયારે આ કંપની દ્વારા 31 માર્ચ 2012 થી લઈને 7 ફેબ્રુઆરી 2015 દરમિયાન જમનાદાસ નાનજીભાઈ રોજીવાડીયા અને બીજા હજારો રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને આ કંપની ઉઠી ગઈ હતી.

કંપની ઉઠી જવાને કારણે હોબાળો થતા કંપનીના ડિટેક્ટર્સ, મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં સાત વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જયારે ક્રાઈમ બ્રાન્ચને શોધખોળ દરમિયાન જાણવા મળ્યું છે કે ઘણા રોકાણકારોએ એજન્ટ ત્રીલોચન લીંગરાજ ગૌડા મારફતે રોકાણ કર્યું હતું. પરંતુ શોધખોળ દરમિયાન તે ઝડપાયો ન હતો. આ ઉપરાંત હાલમાં મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્ક્વોડે ઓરિસ્સાના ગંજામ જીલ્લાના બ્રહ્મપુર ખાતેથી ત્રિલોચન ઉર્ફે ટુકન્ના લીંગરાજ ગૌડાને ઝડપી પાડવામાં આવ્યો છે.

જયારે આ આરોપી સુરતમાં ગુનો નોંધાયા પછી નાસતો ફરતો હતો. તેમજ તે ઘણીવાર પોલીસથી બચવા માટે પોતાના ગામ જતો રહેતો હતો. જયારે આ યુવક ઓરિસ્સાના જુદાજુદા શહેરોમાં રહીને અલગ અલગ નોકરી કરતો કરો હતો. મળતી માહિતી અનુસાર ત્રિલોચન છેલ્લા ત્રણ મહિનાથી બ્રહ્મપુર ખાતે રહી મેડિકલ સ્ટોરમાં નોકરી કરી રહો હતો. આ અંગે વાત મળતાની સાથે જ ધડ્પકડ કરવામાં આવી હતી. આ તમામ માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે એન ઘાસુરા દ્વારા કહેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *