તુરખા ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 50 પેટી ઝડપાઈ

બોટાદ જિલ્લાના તુરખા ગામે સાતકડો વીડ તરીકે ઓળખાતી વીડમાં ક્રાઈમ બ્રાંચે મળેલ બાતમી આધારે રેડ કરતા ખરાબાની જગ્યામાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની ૫૦ પેટી મળી આવતા દારૂ, અલટીકા કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે લેધો હતો જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર તુરખાનો શખસ, કાર ચાલક સહિતનો ફરાર બન્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને પાળિયાદ તાબેના તુરખા ગામની સીમમાં સાતકડો વીર તરીકે ઓળખાતી વીડમાં તુરખા ગામે રહેતા લખા રૂપાભાઈ સાબડએ વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઉતારી વાડીના છેડે છુપાવ્યો હોવાની બાતમી રાહે મળેલ હકીકતના પગલે લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પી.આઈ. રીઝવી સહિતના સ્ટાફે રેડ કરી તપાસ હાથ ધરતા રેડમાં આવેલ ખરાબાની જગ્યામાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડ પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની ૮ પેટી (૯૬ નંગ), એપીસોડ ક્લાસીક વ્હીસ્કીની ૪૨ પેટી (૫૦૪ બોટલ) મળી આવતા કબજે લીધી હતી .

જ્યારે સ્થળ પરથી અર્ટીગા કાર નં. જી.જે.૧૩ એ.એચ. ૪૬૨૪, દારૂ મળી રૂ. ૮.૮૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ દારૂનો જથ્થો મંગાવનાર લખા રૂપાભાઈ સાબડ (રે. તુરખા) અર્ટીગા ગાડીનો ચાલક સહિતના સામે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *