પોરબંદરના યુવાને મૃત્યુ બાદ પણ બતાવી માનવતા, આ રીતે આપશે લોકોને નવજીવન

આધુનિક યુગમાં અંગદાનનું મહત્ત્વ લોકોને સમજાતું જાય છે. જ્યારે કોઇક પોતાનું સગું જીવ છોડીને જાય છે ત્યારે તેના અંગો કોઇમાં પ્રત્યારોપિત કરીને ગૌરવ લેવા સમાન અંગદાન કરીને તેને મર્યા પછી પણ જીવંત રાખવાનું આ ચલણ સમાજમાં આગળ વધી રહ્યું છે જે પ્રશંસાપાત્ર વાત છે. પોરબંદરના નિવૃત્ત સૈન્ય જવાન સાજન મોઢવાડિયાનો પૂત્ર જય મૃત્યુ પામ્યો પરંતુ તેના અંગદાનને લીધે આઠ લોકોને નવજીવન મળશે.

ગુરૂવારે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી બ્રેઇનડેડ જયના હ્રદયને લઇને વહેલી સવારે રાજકોટથી હવાઇ માર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું. જિલ્લા વહિવટી તંત્ર અને હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સને રાજકોટ એરપોર્ટ સુધી લઇ જવા માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયના હ્દય, કિડની, લીવર, સ્વાદુપિંડ, બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરીને 8 લોકોને જીવનદાન આપવામાં આવશે.

પોરબંદરના સાજન મોઢવાડિયાના પુત્ર જયનો અકસ્માત થવાથી એ કોમામાં સરી પડ્યો હતો અને ડોક્ટરોએ તેને બ્રેઇનડેડ જાહેર કરી દીધો હતો. 17મી જૂનની સાંજે જય ટ્યુશન ક્લાસીસમાંથી ચાલતાં ચાલતાં પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે જ એક બાઇક સવારે તેને અડફેટે લીધો હતો જેને લીધે જયને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

જયને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ઉપચાર બાદ પણ જયની તબિયતમાં સુધારો થઇ રહ્યો ન હતો. છેવટે બુધવારે ડોક્ટરોએ જયને બ્રેઇનડેડ જાહેર કરી દેતાં જયના પિતા સાજનભાઇએ તેમના દીકરાનાં અંગદાનની વાત કરી હતી. સાજનભાઇએ ઓર્ગન ડોનેશન સંસ્થાને ફોન કરીને અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાજનભાઇએ કહ્યું કે મારો દીકરો દેશસેવાના સપનાં સેવતો હતો, એ જીવશે અને વ્યક્તિઓને જીવડાવશે.

અમદાવાદની સીમ્સ હોસ્પિટલથી ડોક્ટરોની ટીમ સહિતના એર એમ્બ્યુલન્સ રાજકોટ પહોંચી હતી. રાત્રીના બે વાગ્યે જયના ઓર્ગન કાઢવાની શરૂઆત થઇ હતી. ઓર્ગેન કાઢી લીધાં બાદ સવારે પાંચ વાગ્યે ઓર્ગન લઇને એમ્બ્યુલન્સ માટે સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પોલીસે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *