આજકાલ આલિયા ભટ્ટ(Alia Bhatt) ‘ગંગુબાઈ કાઠિયાવાડી’(Gangubai Kathiawadi) ફિલ્મને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. જયારે આલિયા ભટ્ટ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર(Ranbir Kapoor)ના લગ્નને લઈને વાતો ચાલી રહી છે. જયારે તે બંનેના લગ્નની આતુરતાથી ચાહકો દ્વારા રાહ જોવામાં આવી રહી છે. જયારે આ બંને સ્ટાર્સ તરફથી અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ તે બંને લગ્નના સંબધમાં જોડાવવા જઈ રહ્યા છે હાલ તેવી અટકળો કરવામાં આવી રહી છે.
અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે, આ લવબર્ડ્સ ડિસેમ્બર 2022માં સાત ફેરા લેવાના હતા. પરંતુ હાલ કહેવામાં આવી રહ્યું છે કે, તે બંનેના લગ્નની શહેનાઈ હવે ઓક્ટોબર 2022માં વાગવાની છે.
કોરોનાને લીધે લગ્ન બંધ રાખવામાં આવ્યા હતા:
જયારે તે બંનેના લગ્ન ગયા વર્ષે જ થવાના હતા. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે તે બંનેના લગ્ન કરવામાં આવ્યા ન હતા. જયારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે, તે બંને આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્નનાં બંધમાં બાંધવા જઈ રહ્યા છે.
જયારે આ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, તે બંને એપ્રિલમાં પણ લગ્ન નહીં કરે. કારણ કે એપ્રિલ મહિનો શરૂ થવામાં ફકતને ફક્ત 20 જ દિવસ બાકી રહ્યા છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના પરિવારમાંથી કોઈએ પણ લગ્નને લઈને તૈયારીઓ શરુ કરી નથી. આ ધ્યાનમાં લેતા બંનેના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, હવે કપૂર રણબીર અને આલિયા આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે.
આલિયા અને રણબીર પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા દેખાશે:
જયારે વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. જયારે આ બંને લવબર્ડ્સ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ પાસે હાલ ‘રોકી અને રાનીની લવસ્ટોરી’, ‘ડાર્લિંગ’, ‘RRR’ જેવી ફિલ્મો પણ છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, રણબીર કપૂર ‘શમશેરા’ ફિલ્મમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.