3,748 રૂપિયા સસ્તું થયું સોનું- જાણો તમારા શહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ!

જો તમે હોળી પહેલા સોનું અથવા સોનાના દાગી(Gold jewelry)ના ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનાના ભાવ(The price of gold)માં તેજી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ભારતીય બુલિયન માર્કેટ(Indian Bullion Market)માં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં સોનું અત્યારે તેની સર્વકાલીન ઊંચાઈથી રૂ. 3,748 અને રૂ. 10,267 સસ્તું વેચાઈ રહ્યું છે. ભારતીય બુલિયન માર્કેટમાં અત્યારે સોનું 52,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 69,700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

આ કારોબારી સપ્તાહના પાંચમા દિવસે એટલે કે શુક્રવારે સોનું 418 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું હતું અને 52,462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા ગુરુવારે સોનું 52,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 102 રૂપિયા સસ્તી થઈને 69,713 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ પહેલા ગુરુવારે ચાંદી 69,815 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 કેરેટ 24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,844, 8 ગ્રામનાં ₹38,752, 10 ગ્રામનાં ₹48,440, 100 ગ્રામનાં  4,84,400 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,284, 8 ગ્રામનાં ₹42,272, 10 ગ્રામનાં ₹52,840, 100 ગ્રામનાં 5,28,400 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70.30, 8 ગ્રામનાં ₹562.40, 10 ગ્રામનાં ₹ 703, 100 ગ્રામનાં ₹7,030, 1 કિલોનાં 70,300 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,845, 8 ગ્રામનાં ₹38,760, 10 ગ્રામનાં ₹48,450, 100 ગ્રામનાં 4,84,500 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,285, 8 ગ્રામનાં ₹42,280, 10 ગ્રામનાં ₹52,850, 100 ગ્રામનાં 5,28,500 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70.30, 8 ગ્રામનાં ₹562.40, 10 ગ્રામનાં ₹ 703, 100 ગ્રામનાં ₹7,030, 1 કિલોનાં 70,300 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,848, 8 ગ્રામનાં ₹38,784, 10 ગ્રામનાં ₹ 48,480, 100 ગ્રામનાં 4,84,800 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,288, 8 ગ્રામનાં ₹42,304, 10 ગ્રામનાં ₹52,880, 100 ગ્રામનાં 5,28,800 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹70.30, 8 ગ્રામનાં ₹562.40, 10 ગ્રામનાં ₹ 703, 100 ગ્રામનાં ₹7,030, 1 કિલોનાં 70,300 રૂપિયા નોંધાયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જાણો:
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજીથી વેપાર થઈ રહ્યો છે. યુએસમાં સોનું $4.98ના વધારા સાથે $1,728.15 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, ચાંદી $0.20 ના ઘટાડા સાથે $25.91 ના સ્તર પર કારોબાર કરી રહી છે.

મિસ્ડ કોલ આપીને સોનાની નવીનતમ કિંમત જાણો:
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સાથે, વારંવાર અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા:
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *