સુરત(surat): શહેરમાં અવાર-નવાર અંગત અદાવતમાં ફાયરિંગ ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ફરીએક વખત માન દરવાજા નજીક ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાના કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાઈક પર આવેલ બે અજાણીયા ઇસમોએ મહિલા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલાનો પતિ આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે.
બંદુકધારી બે અજાણીયા ઇસમો બાઈક પર આવ્યા અને મહિલા ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. છાતિ અને થાપામાં મહિલાને ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાના શરીર પર ચાર ઇજાના નિશાન પડી ગયા હતા.
૩૧ વર્ષીય નંદાબેન મોરે માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્વત કરે છે. અંગત અદાવતમાં બીજી વખત નંદાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે. માનદરવાજા ફાયર વિભાગની પાછળ આવેલા હેમંત સ્ટોર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા બે અજાણીયા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના પતિ દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું.
મહિલાના શરીર પર 4 ઇજાના નિશાન પડી ગયા હતા. ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમ્યાન મહિલાના થાપા અને છાતિના ભાગે ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલા ભાનમાં હોવાથી પોલીસ પણ પહોંચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, બે બંદુકધારી હુમલાખોરો ચહેરા પર માસ્ક બાંધીને આવ્યા હતાં અને હુમલો કરીને ભાગી ગયાં હતાં. મહત્વપૂર્ણ છે કે, આ મહિલા પર 15 દિવસ અગાઉ પણ પાંડેસરા ચીકુવાડી ખાતે હુમલો થયો હતો. સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.