હજુ બે દિવસ પહેલા સ્ટેજ પરથી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના આ નેતાના કર્યા હતા ભરપેટ વખાણ- આજે હ્રદયની નળી બ્લોક થતા કરાયા દાખલ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ગુજરાત ભાજપ ના સીનીયર નેતા, આઇ.કે.જાડેજા કે જેમના બે દિવસ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા ભરી સભામાં ભરપેટ વખાણ કરવામાં…

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ગુજરાત ભાજપ ના સીનીયર નેતા, આઇ.કે.જાડેજા કે જેમના બે દિવસ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા ભરી સભામાં ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા. તેઓ ગંભીર બીમારીનો સામનો હોસ્પિટલમાં કરી રહ્યા છે, હ્રદયની નળીઓ બ્લોક થવાના કારણે તાબડતોબ તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

આઈકે જાડેજા નો નામજોગ ઉલ્લેખ કરીને વડાપ્રધાને ભરી સભામાં કહ્યું કે, જ્યારે ટેકનોલોજી નહોતી સોશિયલ મિડિયા નહોતું, ત્યારે તેઓ કાયમ પોતાના ખિસ્સામાં સરકારી યોજના ની માહિતી નું કાર્ડ રાખતા હતા. મોદીએ વધારે જણાવ્યું કે આઇ.કે.જાડેજા જ્યાં જ્યાં જતા ત્યાં, જરૂરિયાત મંદોને જાણીને માહિતી આપતા હતા. પછી તો એ મેળો હોય કે, કોઈ નો લગ્ન પ્રસંગ, હોય કે કોઈ શુભ પ્રસંગ હોય. પરંતુ હવે તો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે, યોજનાનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચવો જોઇએ અને તે માટે સૌએ મથવું જોઈએ.

આઇ.કે.જાડેજા ને ધાંગધ્રા સ્થિત પોતાના નિવાસસ્થાને રાત્રે અચાનક જ દુખાવો ઉપડતા ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ વધારે તપાસ માટે સુરેન્દ્રનગર રિફર કર્યા હતા જ્યાં, તેમને પ્રાથમિક સારવાર આપી અને નળી બ્લોકેજ હોવાનું તબીબોએ જણાવતા તાત્કાલિક ધોરણે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી રહી છે, કાર્યકરો દ્વારા તેમના સ્વસ્થ સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરવામાં આવી હતી.

અઢી દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન રહેલું છે. ભાજપમાં ત્રણ ત્રણ પેઢી બદલાઈ ગઈ છે ત્યારે, મોદીએ યુવા નેતૃત્વને ચારે ઉદાહરણોથી સંગઠન અને સહકાર થકી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા છેક ઊંડે સુધી લઈ જઈને, ભારતીય જનતા પાર્ટી નો વ્યાપ થાય અને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છેવાડાના લોકો સુધી પહોંચે તેવી રીતે ઉદાહરણ આપીને સમજાવ્યું હતું.

વડાપ્રધાન મોદીની આ વખતની ગુજરાત મુલાકાત કાર્યકરો માટે સંભારણું બની ગઈ છે. આ વખતે વડાપ્રધાને ઘણા બધા લોકો સાથે મુલાકાત કરીને ચર્ચા વિચારણા પણ કરી છે, અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને અહીંયા મોદીએ ચાર પાંચ ઉદાહરણ આપીને યુવા નેતૃત્વને સમજાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન કમલમમાં ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમપી એમએલએ અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ, આ બેઠકમાં ૭૫-૮૦ વર્ષ કે તેથી વધારે વય વટાવી ચૂકેલા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમા પૂર્વ મંત્રી નરોત્તમભાઇ પટેલ, નારાયણભાઈ પટેલ, આઇ.કે.જાડેજા થી લઈને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ જેવા સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *