એવું કહેવામાં આવે છે કે,જ્યારે નસીબ કોઈની સાથે હોય ત્યારે કોઇપણ વ્યક્ત ગરીબીમાંથી અમીર બની શકે છે. હાલમાં જ રાનું મંડળ તેનું જીવંત ઉદાહરણ બની રહીયું છે. રાનુ મંડળ એ પોતાનું આખું જીવન ગરીબમાં વિતાવ્યા પછી રેલવે સ્ટેશન ઉપર ગવાતા લતા મંગેશકર ના માત્ર એક ગીત દ્વારા જીવન પ્રકાશિત થઇ ઉઠ્યું છે.
રિપોર્ટ મીડિયા અનુસાર, સલમાન ખાને રાનુ ને મુંબઈ શહેરમાં 55 લાખનું ઘર ગિફ્ટ કરીયું છે. એટલું જ નહીં સલમાન ખાન રાનુ ના અવાજ થી એટલા પ્રભાવિત થયા છે કે તે તેની આ વાળી ફિલ્મ દબંગ 3 માં તેની સાથે એક ગીતનું રેકોર્ડિંગ પણ કરશે. જોકે અત્યાર સુધીમાં સલમાન અને રાનું વિષયના આવા સમાચારો અન્ય સત્તાવાર સુત્રોમાંથી મળી રહ્યા નથી. હાલમાં આ વાતને લઇને કંઇ કહી શકાય નહીં.
આ પહેલા સિંગર હિમેશ રેશમિયા પણ રાનુના ગીત થી પ્રભાવિત થયા હતા અને તેની સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીતમાં હિમેશ ની ફિલ્મ હેપી હાર્ડી અને હીર નો સમાવેશ કરવામાં આવ્યો છે. હીમેશે રાનુ સાથે આ ગીત રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલ આ ગીત બની ગયું છે.
તમને જણાવી દઇએ કે રાનું 1972 માં આવેલી ફિલ્મ શોર નું ગીત ‘એક પ્યાર કા નગમાં હૈ’ ગાઈને ચર્ચામાં આવી હતી. આ ગીત થી રાનુ ને ખૂબ જ સારી લોકપ્રિયતા મળી હતી. રાનુ ના ગીત સાથે ખૂબ જ ફેમસ થઈ રહી હતી. અને લોકોએ રાનું ની તુલના લતા મંગેશકર સાથે કરી હતી.
રાનુ ના સૌથી પહેલા ગીત ઉપર કદાચ 2.5 મિલિયન વ્યુ આવ્યા હતા.અને 48 હજાર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હજારો લોકોએ તેની ઉપર કમેન્ટ પણ કરી હતી. અત્યાર સુધીમાં આ વીડિયો લાખો વખત શેર કરવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો.
જણાવી દઈએ કે,તાજેતરમાં સોની ટીવી પર આવવા વાળા સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’માં ખાસ મહેમાન બનીને આવી હતી. તે દરમ્યાન જય ભાનુશાલીએ રાનું ને પૂછ્યું હતું કે, તમે રેલ્વે સ્ટેશન પર આવું કેમ ગાઇ રહ્યા હતા. તે સમયે રાનું એ હસીને કહ્યું હતું કે, હું રેલવે સ્ટેશન પર એટલા માટે ગઈ હતી કારણ કે મારી પાસે રહેવા માટે ઘર નથી. અને હું ગીત ગાય ને મારું પેટ ભરતી હતી કોઈ બિસ્કીટ આપી જતું તો પછી કોઈ થોડા પૈસા આપી જતું હતું.
હવે રાનું ને ઘણા બધા મશહૂર શો તરફથી ઓફર મળી રહી છે. અને તેની સ્ટાઈલમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળી રહીયું છે. આ ઉપરાંત રાનુંના આ ગીત દ્વારા છેલ્લા 10 વર્ષથી સંપર્કમાં ન રહેલી દીકરી પણ તેને મળવા આવી હતી. આ અંગે રાનું એ કહ્યુ કે,આ મારુ બીજું જીવન છે અને હું તને ખુબજ સારો બનાવવાની કોશિશ કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.