કેનેડાના ટોરોન્ટોમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓને ભરખી ગયો કાળ- જુઓ નામોનું લીસ્ટ

કેનેડા(Canada)ના ટોરોન્ટો(Toronto)માં એક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત(Five Indian students killed) થયા છે. આ ઘટના રવિવારે બની હતી. હાલમાં બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે…

કેનેડા(Canada)ના ટોરોન્ટો(Toronto)માં એક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત(Five Indian students killed) થયા છે. આ ઘટના રવિવારે બની હતી. હાલમાં બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે કારણ કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયા હતા, ત્યારબાદ તેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની ટીમ મદદ માટે પીડિતોના મિત્રોના સંપર્કમાં છે. આ માહિતી કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આપી છે. મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે પાંચેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેક્ટર-ટ્રેલર વાન સાથે અથડાવાને કારણે આ દુર્ઘટના બની હતી. કેનેડામાં ભારતીય હાઈ કમિશનરે આ વાત કહી છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેઓ સારવાર હેઠળ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું છે કે 24 વર્ષીય હરપ્રીત સિંહ, 21 વર્ષીય જસપ્રીત સિંહ, 22 વર્ષીય કરણપાલ સિંહ, 23 વર્ષીય મોહિત ચૌહાણ અને 23 વર્ષીય પવન કુમારનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.

એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો:
તેઓ બધા મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા. ભારતીય રાજદૂત અજય બિસારિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, કેનેડામાં હૃદયદ્રાવક ઘટના બની છે. શનિવારે ટોરોન્ટો પાસે એક અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે. પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ભારતની ટોરોન્ટોની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓ પેસેન્જર વાનમાં મુસાફરી કરી રહ્યા હતા:
મળતી માહિતી મુજબ, તમામ વિદ્યાર્થીઓ શનિવારે સવારે પેસેન્જર વાનમાં પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની વાન ટ્રેક્ટર-ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે. પોલીસે આ ઘટનામાં કોઈ પર આરોપ લગાવ્યો નથી. તેમજ એ પણ જણાવવામાં આવ્યું નથી કે તમામ વિદ્યાર્થીઓ ભારતના કયા રાજ્યના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *