પોતાની જ દીકરીનું યૌન શોષણ કરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

આ કિસ્સો મહારાષ્ટ્ર(Maharashtra)ના અકોલાના મુર્તિજાપુર(Murtijapur) તાલુકાનો છે. અહીં એક સ્કૂલમાં પોલીસ વિદ્યાર્થીનીઓને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વિશે માહિતી આપવા માટે પહોંચીયા હતા. પોલીસ દ્વારા…

આ કિસ્સો મહારાષ્ટ્ર(Maharashtra)ના અકોલાના મુર્તિજાપુર(Murtijapur) તાલુકાનો છે. અહીં એક સ્કૂલમાં પોલીસ વિદ્યાર્થીનીઓને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વિશે માહિતી આપવા માટે પહોંચીયા હતા. પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને વિગતવાર સમજાવવામાં આવે છે.

પોલીસનાં ગયા પછી, આઠમા ધોરણની એક વિદ્યાર્થીનીએ તેના મિત્રને કહ્યું છે કે, તેના પિતા તેના યૌનનું શોષણ કરે છે. એક મિત્રની મદદથી યુવતીએ પોલીસને આ અંગે જાણ કરી હતી. કેસ નોંધાયા બાદ પોલીસે તપાસ બાદ બાળકીના પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુનાવણી બાદ બુધવારે કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પોલીસે ગુનેગારને તેની સામે પોસ્કો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેના પર 2,75,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દંડ ન ભરે તો આરોપીને વધુ છ માસની કેદની સજા ભોગવવી પડશે.

માતાએ નિવેદન પલટાવ્યું, વિદ્યાર્થીના નિવેદન પર જ આપવામાં આવી સજા:
પીડિતાના જણાવ્યા અનુસાર, તેણે તેના પિતા વિરુદ્ધ કેસ દાખલ કરવાનું નક્કી કર્યું હતું અને તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી 10 ડિસેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેની માતા આ નિવેદનથી પલટી ગઈ હતી. જોકે, કોર્ટે વિદ્યાર્થીની જુબાની અને અન્ય પુરાવાના આધારે આરોપીને સજા સંભળાવી હતી. કોર્ટે પીડિતાની ઉંમર (12 વર્ષ) પર સજાનો આધાર બનાવ્યો છે. આ યુવતીને તેના જન્મદાતા માતા-પિતા દ્વારા હેરાન કરવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *