અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષીયારા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું આજ રોજ નિધન થયેલ છે જણાવી દઈએ કે તેઓ પૂર્વ આરોગ્ય મંત્રી હતા અને કોંગ્રેસના ધારાસભ્ય હતા, તેમનું આજ રોજ નિધન થયેલ છે.
કોરોનાકાળ દરમ્યાન કોરોના સપડાયા બાદ તેમની તબીયત સ્થિર થઈ ગઈ હતી.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તબિયત લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા,ત્યાં છેલ્લા દસ દિવસથી તેઓ વેન્ટિલેટર ઉપર હતા પરંતુ, તેમના ફેફસા કામ ન કરતા તેમને વધારે સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં તેમને ECMO ટેકનિકથી સારવાર આપતી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
જણાવી દઈએ કે, છેલ્લી ચાર ટર્મથી ભિલોડા વિધાનસભા બેઠક ઉપર પ્રચંડ બહુમતીથી કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવનાર, અને પૂર્વ આરોગ્ય મંત્રી ડોક્ટર અનીલ જોષીયારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા. પ્રજાપ્રિય અને ગ્રાઉન્ડ લેવલે લોકોની વચ્ચે જઈને કામ કરતા હતા. નેતાની નજીકના લોકો જણાવી રહ્યા છે કે, તેઓ ખુબ શાંત અને સરળ સ્વભાવના હતા, અને ખુબ સાદગી થી જીવન જીવતા હતા.
જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયદ્રથસિંહ જણાવ્યું હતું કે, એમના ધર્મ પત્ની પણ જાન્યુઆરીમાં કોરોનામાં સપડાતા તેમને ગાંધીનગર ખાતે આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. ધારાસભ્યને કોરોના થયાં બાદ ફેફસામાં ઇન્ફેક્શન લાગી ગયુ હતું જેથી, તેઓ છેલ્લા ૧૦ દિવસથી વેન્ટિલેટર પર હતા. અહીં ચેન્નઈમાં તેઓને એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ આવવામાં આવ્યા હતા અને, અહીંયાના ડોકટરો ECMO ટેકનિકથી સારવાર કરતા હતા.
ઉલેખ્ખનીય છે કે, અનીલ જોશીયારના નિધનના દુઃખદ સમાચાર સાંભળી કાર્યકર્તાઓ અને તેમના નાજ્દીકીઓના વ્યક્તિઓ ખુબ દુઃખી છે. અને શોક વ્યકત કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.