સરકારી બસ ડ્રાઈવરએ શાંતિથી ચાલી જતી જુવાનજોધ દીકરીને કચડી નાખી- જુઓ દર્દનાક વિડીયો

વડોદરા(Vadodara): સિટી બસના(City bus) ચાલકોની બેદરકારી ઘણી વાર જોવા મળતી હોય છે પરંતુ, વડોદરામાં(Vadodara) સિટી બસના ચાલકની બેદરકારીએ તો એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે. બેફામ બનેલા સિટી બસ ચાલકને સામે જ ચાલી આવતી વિદ્યાર્થીની દેખાઈ ન હતી. તેથી તેના પર બસ ચડાવી દીધી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ વિદ્યાર્થીની મૂળ સુરતની રહેવાસી હતી. તે વડોદરાના ms યુનિવર્સિટીમાં(ms University) અભ્યાસ કરી રહી હતી.

આ બનાવ વડોદરામના સિટી બસ સ્ટેશનમાં બન્યો હતો. સિટી બસ સ્ટેશનમાં એન્ટ્રી સમયે જ આ ડ્રાઈવરની બેદરકારીએ વિદ્યાર્થીનીનો જીવ લીધો છે. આ ડ્રાઈવરનું નામ જયેશ પરમાર છે. જે  પોતાની બસ લઈને બસ સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો, તે દરમિયાન આ વિધાર્થિની મોબાઈલ ફોન પર વાત કરતા કરતા પસાર થઈ રહી હતી. બસ ચાલકને તેની નજર સામે ચાલી રહેલી આ  વિદ્યાર્થીની દેખાઈ ન હતી અને તેણે યુવતીને બસ નીચે કચડી નાંખી હતી. ત્યારપછી તરત જ આ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ડ્રાઈવરની ઘોર નિષ્કાળજી સિટી બસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જાણવા મળ્યું છે કે, ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર જયેશ પરમારને ત્યાના સીટી બુસ સંચાલકોએ નોકરીમાંથી કાઢી મુક્યો છે. આ સિવાય આરોપી ડ્રાઈવર જયેશ પરમારની સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *