સોનાની કિંમતમાં અપડેટ- 4,239 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હવે 10 ગ્રામની કિંમત ફક્ત…

જો તમે સોનું કે સોનાના દાગીના(Gold jewelry) ખરીદવા માંગો છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર છે. આ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોનાની સાથે ચાંદીના ભાવ(The price of silver)માં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ આ સતત ચોથો દિવસ છે જ્યારે સોનાની સાથે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે સોનું 501 રૂપિયા અને ચાંદી 1,299 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડા પછી સોનું 52,000 અને ચાંદી 69,000 રૂપિયા પર આવી ગઈ.

સોમવારે સતત ચોથા દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા હતા:
આ કારોબારી સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોનું 501 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થઈને 51,961 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા શુક્રવારે સોનું 52,462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમજ ચાંદી 1,299 રૂપિયા સસ્તી થઈને 68,414 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા શુક્રવારે ચાંદી 68,713 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.

સોનું 4,239 અને ચાંદી 11,566 ઓલટાઇમ હાઈથી સસ્તી થઈ રહી છે:
આ ઘટાડા પછી, સોમવારે સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં 4239 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું હતું. અમે તમને જણાવી દઈએ કે સોને ઓગસ્ટ 2020માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે દરમિયાન સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 11,566 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાની અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,765, 8 ગ્રામનાં ₹38,120, 10 ગ્રામનાં ₹47,650, 100 ગ્રામનાં  4,76,500 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,198, 8 ગ્રામનાં ₹41,584, 10 ગ્રામનાં ₹51,980, 100 ગ્રામનાં 5,19,800 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે આજે ચાંદીના 1 ગ્રામના ₹69, 8 ગ્રામનાં ₹552, 10 ગ્રામનાં ₹ 690, 100 ગ્રામનાં ₹6,900, 1 કિલોનાં 69,000 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,765, 8 ગ્રામનાં ₹38,120, 10 ગ્રામનાં ₹47,650, 100 ગ્રામનાં  4,76,500 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,198, 8 ગ્રામનાં ₹41,584, 10 ગ્રામનાં ₹51,980, 100 ગ્રામનાં 5,19,800 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹69, 8 ગ્રામનાં ₹552, 10 ગ્રામનાં ₹ 690, 100 ગ્રામનાં ₹6,900, 1 કિલોનાં 69,000 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,770, 8 ગ્રામનાં ₹38,160, 10 ગ્રામનાં ₹ 47,700, 100 ગ્રામનાં 4,77,000 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,203, 8 ગ્રામનાં ₹41,624, 10 ગ્રામનાં ₹52,030, 100 ગ્રામનાં 5,20,300 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹69, 8 ગ્રામનાં ₹552, 10 ગ્રામનાં ₹ 690, 100 ગ્રામનાં ₹6,900, 1 કિલોનાં 69,000 રૂપિયા નોંધાયા છે.

મિસ્ડ કોલ આપીને સોનાની નવીનતમ કિંમત જાણો:
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં SMS દ્વારા દરો પ્રાપ્ત થશે. તેમજ વારંવાર અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *