Alia Bhatt Birthday: છ વર્ષની ઉંમરે કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ- આજે કરોડો યુવાનોના દિલમાં રાજ કરે છે આલિયા

આલિયા ભટ્ટ(Alia Bhatt) આજે તેનો 29મો જન્મદિવસ(Birthday) ઉજવી રહી છે. Alia Bhatt એ બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી'(Gangubai Kathiawadi)ને દર્શકો દ્વારા ઘણો પ્રેમ આપવામાં આવ્યો છે. ગંગુબાઈ કાઠિયાવાડી 100 કરોડની ક્લબમાં જોડાય ગઈ છે. તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે.

Alia Bhatt નો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. કહેવાય છે કે, એક્ટિંગ તેના લોહીમાં છે. બાળપણથી જ આલિયા ભટ્ટને તેની બહેન પૂજા ભટ્ટની જેમ અભિનેત્રી બનવાનો શોખ હતો. Alia Bhatt બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની પુત્રી છે. આલિયા ભટ્ટે અત્યાર સુધી કરેલી તમામ ફિલ્મોમાં અલગ જ રૂપમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં તેણે પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે.

કરિયર:

Alia Bhatt ના ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘સંઘર્ષ’થી થઈ હતી. તે દરમિયાન આલિયા ભટ્ટ 6 વર્ષની હતી. આમાં તેણે નાની પ્રીતિ ઝિન્ટાની ભૂમિકા ભજવી હતી. લીડ એક્ટ્રેસ તરીકેની તેની કારકિર્દી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી શરૂ થઈ હતી. સ્ટુડન્ટ ઑફ ધ યરમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવે ટુ સ્ટેટ્સ અને હમ્પ્ટી શર્માની દુલ્હનિયામાં કામ કર્યું અને પોતાના દમદાર અભિનયથી બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

સંબંધ:

Alia Bhatt અને રણવીર કપૂર રિલેશનશિપમાં છે અને જો સમાચારનું માનીએ તો વર્ષ 2021માં આ બંને લગ્નના બંધનમાં બંધાવાના હતા. ઈન્ટરવ્યુ દરમિયાન આલિયા ભટ્ટએ તેમના સંબંધો વિશે કહ્યું હતું કે, ‘આ કોઈ સંબંધ નથી. આ એક મિત્રતા છે. હું આ વાત પૂરી ઈમાનદારીથી કહું છું. હું અત્યારે તારાઓ અને વાદળો પર ચાલી રહ્યો છું. સૌથી સારી વાત એ છે કે, આપણે બે વ્યક્તિઓ છીએ. જે અત્યારે પોતપોતાનું જીવન જીવી રહ્યા છે. આલિયાએ 2013માં ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં કહ્યું હતું કે તે 11 વર્ષની હતી ત્યારથી રણબીર પર તેને ક્રશ છે. તમને જણાવી દઈએ કે આલિયાએ રણબીરને ફિલ્મ ‘બ્લેક’ના સેટ પર જોયો હતો. જ્યાં તે સંજય લીલા ભણસાલી સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો.

આગામી પ્રોજેક્ટ: 
કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરી 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ફરી એકવાર રણવીર સિંહ સાથે જોવા મળશે અને ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ આ ફિલ્મ કદાચ 2023માં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *