પંજાબ(Punjab)ના જાલંધર(Jalandhar)માં સોમવારે સાંજે એક કબડ્ડી પ્લેયર(Kabaddi player)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કબડ્ડી ટુર્નામેન્ટ(Kabaddi Tournament) દરમિયાન અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય કબડ્ડી પ્લેયર(International Kabaddi player) સંદીપ નાંગલ અંબિયા(Sandeep Nangal Ambia)ને ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ઘણી ગોળીઓ વાગી હતી. આ જોઈને દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા.
તે જ સમયે, સ્થળ પર હાજર લોકોએ તાકીદે ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં હોસ્પિટલ લઈ ગયા. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે રસ્તામાં જ તેનું મોત થયું હતું. બીજી તરફ, માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.