દુનિયામાં રોજ-બરોજ એવી ઘટનાઓ બને છે જેનાથી ક્યારેક આપણે ખુશી અનુભવી એ છીએ. તો ક્યારેક આપણને ખૂબ જ દુઃખ લાગે છે, અને જ્યારથી સોશિયલ મીડિયાનો સમય આવ્યો છે, જમાનો આવ્યો છે, ત્યારથી દુનિયાના એક ખૂણેથી બનેલી ઘટના ને દુનિયાના બીજા ખૂણા સુધી પહોંચતા ગણતરીની મિનિટો પણ નથી થતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં માંગ્યુ એ ખૂબ જ પ્રગતિ કરી છે.
આજે અમે વાત કરવા જઈએ છીએ તે ઘટના અમેરિકાના વૉશિંગ્ટન માં બની છે જેમાં, એક ત્રણ વર્ષના છોકરાએ ગોળી મારીને પોતાની માતાની હત્યા કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ વર્ષના માસૂમ બાળકે રમતા રમતા ભૂલથી પોતાના પિતાની બંદુક વડે રમત-રમતમાં ટ્રીગર દબાઈ જવાના કારણે, બંદૂકમાંથી ગોળી છૂટીને સામે ઉભેલી પોતાની માતાને વાગતા તે ત્યાંજ ઢળી પડી હતી. વધારે સારવાર અર્થે મહિલાને હોસ્પિટલ ખસેડાઈ જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
શનિવારના રોજ બનેલી આ ઘટનાની સ્થાનિક પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, ખરાઈ કરવામાં આવી છે. શનિવારે સાંજે આ દુર્ઘટના મધ્યપશ્ચિમ શહેરના એક ઉપનગર દેલ્તોન માં એક સુપરમાર્કેટના મોલના પાર્કિંગમાં થઈ હતી. બાળક કારમાં ની સીટ પર બેઠો હતો જેની સામે માતા-પિતા પણ હતા ત્યારે બાળક દ્વારા રમતા રમતા પિતા ની બંદૂક પોતાના હાથમાં લઈ લેવામાં સફળ થઈ ગયો હતો અને રમતા રમતા જ ભૂલથી ટ્રિગર દબાવી બેઠો હતો.
ગોળી વાગતાની સાથે જ તેની ૨૨ વર્ષીય માતા દેજાહ બેનેટ ને ગરદનની પાછળ ના ભાગે વાગી હતી. પરંતુ તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માં પોલીસે તુરંત જ બાળકના પિતા ને કસ્ટડીમાં લીધા હતા.
એક અંદાજ મુજબ, સગીરો દ્વારા અજાણતાં ફાયરિંગને કારણે દર વર્ષે સરેરાશ 350 લોકો મૃત્યુ પામે છે. અમેરિકામાં બંદૂક ખરીદવી અને તેની માલિકી રાખવી ખૂબ જ સરળ છે. એવરીટાઉન ફોર ગન્સના તાજેતરના અહેવાલ મુજબ, “દર વર્ષે, યુ.એસ.માં સેંકડો બાળકોને દેખરેખ વિના છોડી દેવામાં આવે છે, કબાટ અને નાઇટસ્ટેન્ડના ડ્રોઅરમાં, બેકપેક અને પર્સમાં, અથવા ખાલી છોડી દેવામાં આવે છે અને આકસ્મિક રીતે ગોળી મારી દેવામાં આવે છે.