સુરતમાં વધુ એક ગ્રીષ્માનું ગળું કપાયું- આખું ઘર થયું લોહી લુહાણ

સુરત(surat): સુરતમાં અંગત અદાવતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. હજુ તો સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તેની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં તો, ફરીએક વખત કાપોદ્રા વિસ્તારમાં યુવતીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મૈત્રી કરાર બાંધી સુરતના કાપોદ્રામાં વસવાટ કરતી સ્નેહલતા નામની નેપાળી યુવતીની હત્યા કરવામાં આવી છે. સ્નેહલતા છેલ્લા ઘણા સમયથી પ્રકાશ નામના યુવક સાથે રહેતી હતી. તે બને વચ્ચે મૈત્રી કરાર બંધાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.  ઘટના અંગે માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. હાલમાં કાપોદ્રા પોલીસએ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવું એજ રહ્યું કે, માસુમ યુવતીને ન્યાય મળશે કે નહિ?

અત્રે નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જોકે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *