ધૂળેટીની મજા બની મોતની સજા- પાણી ભરેલી પોટલી મારવા જતા 15 વર્ષીય તરુણ બીજા માળેથી નીચે પટકાયો ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરના વરાછા(Varachha)માં ધૂળેટી(Dhuleti)ના તહેવાર દરમિયાન એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પાણીની કોથળી નીચે ફેંકતા સમયે સંતુલન ગુમાવી દેવાને કારણે બીજા માળેથી પટકાયેલા 15 વર્ષીય છોકરાનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય ઘટનાઓમાં વરાછામાં ચોથા માળેથી પટકાતા એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ઈચ્છાપોરમાં પણ મકાનના ધાબા પરથી અકસ્માતે નીચે પટકાતા એક યુવકનું પણ મોત નીપજ્યું હતું.

શહેરના વરાછા વિસ્તારના મિની બજાર નજીક કોહીનુર એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ મકવાણા પાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી ફરજ બજાવે છે. તેમનો 15 વર્ષનો દીકરો નિકુંજ સરકારી સ્કૂલમાં ધોરણ- 8માં અભ્યાસ કરી રહ્યો છે.

શુક્રવારના રોજ બપોરે ધુળેટીના તહેવારની ઉજવણી દરમિયાન નિકુંજ બીજા માળની બાલ્કનીમાંથી પાણી પાણી ભરેલી કોથળીઓ નીચે ફેંકતો હતો. આ સમય દરમિયાન અકસ્માતે પોતાનું સંતુલન ગુમાવી દેવાને કારણે નિકુંજ બીજા માળેથી નીચે જમીન પર પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા નિકુંજનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને  પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક ઘટનામાં વરાછા જગદીશ નગર ખાતે રહેતા રામકુમાર જમનાપ્રસાદ બર્મન(44 વર્ષ)હીરાના કારખાનામાં કામ કરતા હતા. શુક્રવારના રોજ રાત્રે તેઓ ચોથા માળે ટેરેસ પર સુતા હતા અને પેશાબ કરવા માટે જતી વખતે અકસ્માતે નીચે પટકાતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજુ જોવામાં આવે તો હજીરા રોડ ક્રિષ્ણા ટાઉનશીપ ખાતે રહેતા બાલાચંન્દ્રન પ્રસાદ(44 વર્ષ) પણ તેમના મકાનના ટેરેસ પરથી અકસ્માતે નીચે પટકાતા તેમનું પણ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *