હાલના સમયમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ'(The Kashmir Files) ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે. આ ફિલ્મ દેશભરમાં 4000 સ્ક્રીન ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. પહેલા અઠવાડિયામાં જ આ ફિલ્મ 100 કરોડના આંકડાને ટચ કરી ગઈ છે. આ દરમિયાન હાલમાં જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજ પાલ અમ્મુ (National President Suraj Pal Ammu)એ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના નિર્માતા ને કહ્યું છે કે તમે શું આ ફિલ્મની અડધી કમાણી કરણી દાન આપશો?.
આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને વિસ્થાપન સાથે સંબંધિત પાસાઓ બતાવીને હિંમત બતાવી છે. આ દરમિયાન બધા જ રાજ્યોની સરકારો પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી રહ્યા છે, તેથી અમ્મુનું કહેવું છે કે, ડાયરેક્ટર અગ્નિહોત્રીએ હવે ફિલ્મની કમાણીનો અડધો ભાગ પીડિતોને મદદ કરવા માટે દાનમાં આપવો જોઈએ. જો ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આવું નહીં કરે તો કરણી સેનાના લોકો આ ફિલ્મ જોશે નહીં.
ચર્ચાસ્પદ બનેલી આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના નરસંહાર અને વિસ્થાપન પર આધારિત હોવાને કારણે ભાજપે કોંગ્રેસ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર માટે માત્ર અને માત્ર કોંગ્રેસ અને તેની નીતિઓ જ જવાબદાર છે આવો આરોપ ભાજપ દ્વારા લગાડવામાં આવ્યો છે. અહેલાવો અનુસાર, અત્યાર સુધી તો આ બાબતે ફિલ્મ સાથે જોડાયેલા કોઈ સભ્ય તરફથી કોઈ ટિપ્પણી આવી નથી. આ ઉપરાંત તેણે અત્યાર સુધી કોઈ પ્રકારનું દાન આપવાની જાહેરાત કરી નથી.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણીની વાત કરીએ તો, ફિલ્મે રવિવાર સુધીમાં જ 26.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હાલ તો આ ફિલ્મ 167.45 કરોડને સ્પર્શી ગઈ છે. આ સિવાય હજુ પણ ફિલ્મ બિઝનેસના જાણકાર લોકોનું માનવું છે કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 200 કરોડના આંકડાને સ્પર્શી શકે છે અને જો આ અનુમાન સાચું પડશે તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ને પણ પાછળ છોડી દેશે. રોહિત શેટ્ટી નિર્દેશિત ‘સૂર્યવંશી’એ 195.55 કરોડની કમાણી કરી હતી. જે પેન્ડેમિક પછી રિલીઝ થનારી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.